ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં તળાવના પાણી ભરાતા રોગચાળાની ચિંતા વાલીઓને સતાવી રહી છે. ગામનું તળાવ અને શાળાની કમ્પાઉન્ડ વોલ એક જ હોવાથી મોટી દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે. ત્યારે શાળામાં તળાવનું પાણી આવે નહી તેવી વ્યવસ્થા કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.રાજ્યના પાટનગરની એક શાળામાં તળાવનું પાણીના અંડિગાથી વિદ્યાર્થીઓ રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા રહેલી છે. જિલ્લાના ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં ત્રણેક ફુટ જેટલું પાણી ભરાતા વાલીઓમાં ચિંતા ઉઠી છે. શાળા ધોરણ-૧થી ૫ની હોવાથી શિક્ષકોમાં પણ બાળકોને લઇને કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તેની ચિંતા સતાવી રહી છે.લાખો અને કરોડો રૂપિયાના વિકાસના કામો કરતી રાજ્ય સરકારને ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં તળાવનું પાણી ભરાય નહી તે માટે કોઇ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. જાેકે ગ્રામજનોના જણાવ્યા મુજબ ભાઇજીપુરા પ્રાથમિક શાળાની પાસે જ ગામનું તળાવ આવેલું છે. જાેકે સતત વરસાદથી ગામનું તળાવ ભરાઇ જવાથી પાણી શાળાના કમ્પાઉન્ડમાં ભરાયું છે.શાળાના કમ્પાઉન્ડમાં ભરાયેલું તળાવનું પાણી લીલા રંગનું દુર્ગંધ મારતું હોવાથી પોતાના સંતાનોને શાળામાં મોકલતા વાલીઓ ડરી રહ્યા છે. જાેકે સલામતીના ભાગરૂપે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલતા નથી. જાેકે શાળાના કમ્પાઉન્ડમાં જ તળાવનું પાણી ભરાતા હાલમાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાથી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.