સેકટર ૪-૫, ખ- રોડ ખ-૧ થી ખ-૩ સુધી મહાત્મા મંદિર વી.વી.આઇપી ગણાતા રોડ હળવા વરસાદથી અસંખ્ય ખાડા તથા ભુવા પડી ગયા છે આ રોડ વર્ષમાં બે વાર પ્રજાના પૈસા થી રીસરફેસ કરવામાં આવે છે તેમજ નાગરિકોને સવાર સાંજ વૉકિંગ માટે બનાવેલી ફુટપાથ ટુટી ગયેલા છે. અને બાજુમાં તાજેતરમાં નાખવામાં આવેલ પાણીની પાઈપ લાઈનના બેકાળજી પૂર્વક માટી પુરાણ ને કારણે ફુટપાથ પાસે માટી બેસી ગઈ છે તથા મોટા પાંચ ફુટ ઉપરના ભુવા ખાડા પડી ગયેલા છે જેને કારણે વસાહતીઓ વૉકિંગ કરતા પગ ભીના તથા ફુટપાથ પર માટી ને કારણે પગ લપસી ગયો તો ભારે અકસ્માત તથા ફેકચર થવા સંભવ છે તેમજ પશુઓ, ઢોર, ફુટપાથ પર થી ધાસ ખાવા નીચે ઉતરે તો જમીનમાં ઉતરી ફસાઈ જાય છે આવા અનેક બનાવો બનવા પામેલા છે સરકારી તંત્ર અત્યારે મસ્ત છે અધિકારીઓ અને એજન્સી કોન્ટ્રાકટરોની મિલીભગતથી કોઈ ઉચ્ચ કક્ષાએ સુપરવિઝન ના અભાવે અથવા અત્યારે શહેરના નાગરિકો ત્રાસ ભોગવી રહ્યા છે વધુ અકસ્માતના ભોગ બને તે પહેલાં ફુટપાથ તથા ભૂવાઓ મરામત કરવા નાગરિકોની લાગણી અને માગણીઓ છે કેશરીસિહ બિહોલા પ્રમુખ ગાધીનગર શહેર વસાહત મહાસંઘ.