ગાંધીનગર શહેરનાં સે.૧૫ ના ફતેપૂરામાં ઘેરઘેર ગૃહઉદ્યોગ માફક દારુનાં પીઠા ચાલી રહ્યા છે. ત્યારે બોટાદ લઠ્ઠાકાંડનાં પગલે ગાંધીનગર જીલ્લામાં દેશીદારુ સંદર્ભે વ્યાપક દરોડા પાડી દેશીદારુનાં અડ્ડાઓ પર વ્યાપક દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
બોટાદ જીલ્લામાં થયેલ લઠ્ઠાકાંડમાં નિર્દોષ જીદંગીઓ હણાયા બાદ ગાંધીનગર શહેરમાં વર્ષોથી છડેચોક દેશીદારુની હાટડીઓ ચાલી રહી છે. તેને હાલનાં સ્ફોટક સંજાેગોમાં વ્યાપક દરોડા પાડીને બંધ કરાવવામાં આવી રહ્યા છે. આજે સમગ્ર દિવસ દરમ્યાન જીલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસે દેશીદારુ અંગે વ્યાપક દરોડા પાડ્યા હતા. અને સ્થળ ઉપરથી દેશીદારુનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે સચીવાલયનાં ગૃહવિભાગથી ૩ કિલોમીટર જેટલા દુર આવેલ સે. ૧૨નાં ફતેપુરા ગામમાં વર્ષોથી ગૃહઉદ્યોગની જેમ સમગ્ર ગામમાં દેશીદારુ ગળાઇ રહ્યો છે. આ વિસ્તાર સે.૨૧ પોલીસ મથકની હદમાં આવેલ છે. સે.૨૧ પોલીસ મથકમાં અમુક તત્વો ખિલો ઠોકીને વર્ષોથી એકની એક જગ્યાએ પોલીસ કર્મી તરીકે બીરાજમાન થયેલા છે. ગમે તેવા નવા ડી.એસ.પી આવે કે નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવે પણ આ સેક્ટર- ૨૧ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી જામી પડેલા તત્વોને કારણે ફતેપુરા દેશી દારુનાં અડ્ડાઓ ક્યારેય બંધ થતા નથી જ્યારે રાજ્યમાં આવો કોઇ લઠ્ઠાકાંડ થાય ત્યારે એકાદ બે દિવસ પુરતો વ્યવસાય પોલીસનાં કહેવાથી બંધ રખાય છે. ત્યારબાદ પુનઃ ચાલુ થઇ જાય છે. આ પોલીસ સ્ટેશનનાં સમાવિસ્ટ સે-૨૫નાં જી.આઇ.ડી. સી થી આગળ આવેલ ગુડાના વસાહતમાં ખૂલ્લે આમ ૨૪ કલાક દેશીદારુનો અડ્ડો સે.૨૩ ચોકીના એ.એસ.આઇ કુંભરાશીનાં નામ વાળાનાં મોટા ભરણથી ચાલી રહ્યો છે. આ અડ્ડા ઉપર જી.આઇ.ડી.સી નાં મજુરો તેમજ સ્થાનીક ઝુંપડાવાળાઓ દારુ પિવા આવે છે. જેથી અવારનવાર આ વિસ્તારમાં ધાંધલ થતી જાેવા મળે છે.
નોંધનીય છેકે જીલ્લામાં ફતેપુરા, કોટેશ્વર, બોરીજ સેરથા, પેથાપુર, ઇન્દ્રોડા, ધોળાકુવા, વાવોલ તેમજ એસ.પી. કચેરી સામે જ આવેલા આદીવાડામાં પણ દારુની હેરાફેરી મામલે પંકડાયેલા છે. આવા વિસ્તારોમાં જીલ્લા પોલીસ વડાની કડક સૂચનાથી આ વિસ્તારોમાં ગઇ કાલથી જ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે સ્થાનીક બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાેકે ઘણા ખરા બૂટલેગરો સ્થિતિ પામી જઇને ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.ઉલ્લેખનીય બાબત એવી ઉજાગર થવા પામી છે કે સત્તાવાર આંકડા પ્રમાણે ૮૧ જેટલા બૂટલેગરો ઘણા વખતથી ફરાર હોઇ પકડવાનાં બાકી છે. સત્તાવાર આંકડા જાહેર થયા મુજબ જીલ્લામાંથી એકવર્ષમાં પાંચ કરોડનો વિદેશીદારુ તથા ૧૧ લાખનો દેશી દારુ પોલીસે પકડ્યો છે.