GJ-18 પથિકાશ્રમ બસ સ્ટેન્ડની હાલત સફાઈના નામે મીંડું જેવી હાલત છે ,ત્યારે મોટા બોર્ડ ઞંદકીના દંડ ના માર્યા છે, પણ એક પણ પહોંચ દંડની ફાટી હોય તો બતાવો, ત્યારે પથિકાશ્રમ બસ સ્ટેન્ડ પાસે જ્યાં ૨૦૦ બસો આવે છે ,ત્યાં મહિલા પુરુષો માટે શૌચાલય હતું, તેને તાળા મારી દીધા છે અને દીવાલ ચણી નાખવામાં આવી છે, ત્યારે બીજું સૌચાલય ઘણું જ દૂર છે, ત્યારે શૌચાલયની બહાર કચરાપેટી અને કચરાના ઢગ ખડકાયેલા જાેવા મળે છે, આ કચરાના ઢગ થી એટલી બધી વાસ આવે છે કે લોકોને મોઢા ઉપર રૂમાલ બાંધીને બસ ન મળે ત્યાં સુધી રાહ જાેઈને બેસવું પડે છે, વાસથી મુસાફરો ત્રસ્ત થઈ ગયા છે.
પથિકાશ્રમ પાસે આવેલી કેન્ટીનહજુ હમણાં શરૂ થઈ છે, ત્યારે અહીયાં તંત્ર દ્વારા કોઈ જ સાફ સફાઈ કરવામાં આવતી નથી, મોટા ખાડા વરસાદ મા પડી ને વરસાદમાં મુસાફરોના પગ મચકોડાઈ ગયા હોવાના બનાવ બનવા પામ્યા છે. પથિકાશ્રમ પાછળના ભાગે નાનો એવો રસ્તો મુસાફરોને આવવા-જવા નો રાખ્યો છે, ત્યાં ગંદકીથી ખદબદી રહ્યું છે, ત્યારે GJ-18 નું બસ સ્ટેશન મુસાફરો માટે બસ સ્ટેન્ડ કે પછી ગંદકી ,કચરાનું ડમ્પિંગ સ્ટેશન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મસમોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે જાહેરમાં શૌચાલય ,કચરો ફેકતા તત્વોને ૨૦૦ દંડ કરવામાં આવશે, ત્યારે આજ દિન સુધી તેમાં ૨૦૦ રૂપિયાની એકપણ પહોંચ ગંદકી કરનાર ની ફાટી છે ખરી, ત્યારે ફક્ત સફાઈની વાતોના વડા કરનારુ તંત્ર સાફ-સફાઈમાં ઉભું ઊતરી શક્યું નથી, GJ-18મનપા પાસે કરોડોની નહીં પણ અબજાેની ગ્રાન્ટ આવતી હોવા છતાં ગુજરાતમાં અનેક બસ સ્ટેન્ડો ની કાયાપલટ થઈ ગઈ પણGJ-18 બસ સ્ટેન્ડની કાયાપલટ ક્યારે ?
ગુજરાતમાં અનેક બસ સ્ટેન્ડો ની કાયાપલટ થઇ ગઇ ત્યારે GJ-18 એસટી બસ સ્ટેન્ડ એવા પથિકાશ્રમ ની કાયાપલટ ક્યારે? GJ-18 મનપાના હોદ્દેદારો, નગરસેવકો દ્વારા પથિકાશ્રમ ની ચકાસણી કરવાની જરૂર છે, ગુજરાતમાંથી સચિવાલય હજારો યાત્રિકો રોજ આવે છે ,ત્યારે આ બસ સ્ટેશન જાેઈને છી..છી…છી..કરતા બોલે છે કે પાટનગરનું આવું ગંધારું, ગોબરૂ બસ સ્ટેશન્ડ?