કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોના ચૂંટણીખર્ચ એક સરખાં હોવા બાબતે કોંગ્રેસના કોર્પોરેટરે રાજ્ય ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી જેના પગલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ફરિયાદીને પુરાવા સાથે બોલાવવામાં આવ્યા હતા ત્યારે આજે ત્રણ વોર્ડના ભાજપના કોર્પોરેટરોને બોલાવીને ચૂંટણીખર્ચના પુરાવા રજુ કરવા કહેવામાં આવ્યું હતું જે કોર્પોરેટરો રજુ નહીં કરી શક્તા આખરે મુદ્દત આપવામાં આવી છે.ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ એક સરખાં ચૂંટણીખર્ચ રજુ કરવામાં આવ્યા હતા. જેની સામે વાંધો લઇને કોંગ્રસના કોર્પોરેટર અંકિત બારોટ દ્વારા રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ ઘા નાંખવામાં આવી હતી અને આ બાબતે ખોટા ખર્ચા રજુ કરનાર તમામને ગેરલાયક ઠેરવવા માટે પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી જેના પગલે આ એક સરખાં ચૂંટણીખર્ચની તપાસ જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે, કલેક્ટરને આપવામાં આવી હતી જેથી કલેક્ટરે અગાઉ ફરિયાદ કરનાર અંકિત બારોટને આધાર પુરાવા સાથે બોલાવ્યા હતા જેમને સાંભવ્યા બાદ આજે ગાંધીનગર કોર્પોરેશનના વોર્ડ નં.૧,૨ અને વોર્ડ નં.૩ના કોર્પોરેટરોને તેડાવ્યા હતા.ભાજપના કોર્પોરેટરોને બોલાવીને કલેક્ટરે તેમણે દર્શાવેલા ચૂંટણી ખર્ચના પુરાવા રજુ કરવા કહ્યું હતું જેની સામે એક પણ કોર્પોરેટર ખર્ચ સામે પુરાવા રજુ કરી શક્યા ન હતા જેના પગલે તેમને આગામી દિવસમાં ફરી બોલાવવામાં આવ્યા છે અને તે | વખતે ચૂંટણીખર્ચના યોગ્ય પુરાવા સાથે લાવવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વોર્ડ નં.૪થી ૧૧ના ભાજપના ઉમેદવારોને પણ બોલાવવામાં આવશે અને તેમની પાસેથી પણ ખર્ચની વિગતો માંગવામાં આવશે.