૧૫ ઓગસ્ટથી બદલાઇ જશે દસ્તાવેજાેની નોંધણીનો નિયમ ઃ બોન્ડ રાઇટરો-વકીલોનું કામ

Spread the love


આગામી ૧૫ ઓગસ્ટથી દસ્તાવેજાેની નોંધણીના એક નિયમમાં એક ફેરફાર રાજયની બધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલી બની જશે. મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસલેખ સહિતના દસ્તાવેજાેની નોંધણી માટે રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨થી દસ્તાવેજાેનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મુજબ નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાનું રહેશે. જાેકે, આ ફેરફારથી બોન્ડ રાઈટરો અને વકીલોનું કામ વધી જશે. કેમકે, અરજદારો કોઈપણ દસ્તાવેજાે માટે તેમની જ મદદ લેતા હોય છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજાેના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેના પહેલા ફેઝમાં રાજયની છ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેનો અમલ કરાયો હતો. તે પછી ૬ જૂનથી બીજા ફેઝમાં ૩૨ કચેરીઓ, ૧ જુલાઈથી ત્રીજા ફેઝમાં ૧૩ જિલ્લાઓ અને ૧૮ જુલાઈથી ચોથા ફેઝમાં ૧૧ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ મળી રાજયની કુલ ૧૮૭ કચેરીઓમાં અમલ કરવામાં આવ્યો હતો. હવે, ૧૫ ઓગસ્ટથી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેનો અમલ થશે.સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે, ઈન્ડેક્સની નકલ, દસ્તાવેજાેની નકલ લોકો ઓનલાઈન મેળવી શકે છે. હવે, આ કચેરીઓમાં ભીડ ઓછી કરવા માટે તેમજ આઉટસોર્સિંગનું ઓપરેટરોનું ભારણ ઓછું કરવા માટે નિયમમાં કરાયેલા ફેરફાર મુજબ પહેલા દસ્તાવેજાેનું લખાણ નોંધણી કરાવનારા જાતે લઈને આવતા હતા, તેને બદલે હવે ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી જે દિવસે એપોઈન્ટમેન્ટ મળે ત્યારે જાતે દસ્તાવેજાેની નકલ લઈને જવાનું રહેશે.સૂત્રોએ જણાવ્યું કે, આ અંગે અરજદારો રાજય સરકારની નવા વેબ પોર્ટલ ખ્તટ્ઠદિૃૈહ્વીંટ્ઠ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર અરજદારે લોગ ઈન કરી વિવિધ વિગતો એન્ટ્રી કરવાની રહેશે. દસ્તાવેજ કરનાર તેમજ કરી આપનાર સહિત તમામના નામો પોર્ટલ પરની વિગતો મુજબ જાતે જ એન્ટ્રી કરવાના રહેશે. તેમજ સાક્ષીઓના નામોની પણ અગાઉથી જ એન્ટ્રી થશે. એટલું જ નહીં, મિલકતની વેલ્યુએશન પણ જાતે જ કરી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવાની રહેશે. આ બધી વિગતો પોર્ટલ પર અપલોડ કર્યા પછી દસ્તાવેજ કરાવવા માટે એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે અને બાદમાં દસ્તાવેજની વિગતો ઓનલાઈન એન્ટ્રી કરી હોવા છતાં સબ રજિસ્ટ્રાર સમક્ષ તે ફિઝિકલ રજૂ કરવાની રહેશે.દસ્તાવેજાેની વિગતોની અરજદારે જાતે જ એન્ટ્રી કરી હોવાથી હવે લખાણ સાચું-ખોટું હોવાની તમામ જવાબદારી દસ્તાવેજ કરનારની જ રહેશે. પરંતુ જાે કોઈ સુધારો કરવો હોય તો તેના માટે વિકલ્પ પણ અપાયો છે. અગાઉ જયારે દસ્તાવેજાેની નોંધણી કરાવવાની થતી હતી ત્યારે ઓપરેટર દ્વારા નામ સહિતની એન્ટ્રી કરાતી હતી. જેમાં ક્યારેય ભૂલ થઈ જતી હોવાથી સમસ્યાઓ ઊભી થતી હતી. પરંતુ, હવે અરજદારે જાતે જ એન્ટ્રી કરવાની હોવાથી આવી ભૂલ થવાની શક્યતાઓ ઘટી જશે.દસ્તાવેજમાં નોંધણી માટે અરજદારે જાતે જ વિગતો સહિતનું લખાણ ઓનલાઈન એન્ટ્રી કરવાનો નિયમ અમલી બનવાથી હવે બોન્ડ રાઈટરો અને વકીલોનું કામ વધી જશે. અરજદારો કોઈપણ દસ્તાવેજાે માટેનું લખાણ એક પેજનું હોવા છતાં વકીલો અથવા બોન્ડ રાઈટરોની મદદ લેતા હોય છે. હવે, ફરજિયાત ઓનલાઈન એન્ટ્રીના કારણે આ લોકોનું કામ વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com