GJ-18 મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઘ-૪ પાસે બનાવેલ અંડરબ્રિજમાં અનેક પ્રશ્નો સર્જાયા છે, ક્યારેક સળિયા નીકળી ગયા હોય ધડામ ધડામ તથા ખટાક, ખટાક અવાજ તો ચાલુ જ છે, ત્યારે ખબર પડે કે કરોડો ખર્ચવા છતા ખટાક, ખટાક તો રહી ગયું, ત્યારે અંડર બ્રિજ નીચે ગયા લાઈટો નાખી છે તેનું અજવાળું વ્યવસ્થિત ચાલતું નથી, અને પાળી પણ વાહનચાલકોને દેખાતી નથી, જેથી વાહન ચાલકોની સ્થિતિ એવી થઈ છે કે અંડરબ્રિજ અંદર ચાલતા વાહનો ધીમે ચલાવવા પડે છે, ત્યારે જે દીવાલોના કલર કર્યા છે, તે બદલીને તેને સફેદ કરવાથી અજવાળું લાઈટનું વધારે આવી શકે તેમ છે, જેથી અંડરબ્રિજમાં જે લાઇટો મૂકવામાં આવી છે તેની સાથે સફેદ કલર કરવામાં આવે તો જે અંધારું રહે છે, તેમાં ઘણું જ અજવાળું વધી શકે તેમ હોવાનું વાહનચાલકો દ્વારા માંગણી ઉઠવા પામી છે.