GJ-18 મનપા દ્વારા GJ-18 OLD એટલે કે ૧ થી ૩૦ સેક્ટરોમાં છમ્ડ્ઢમ્ કંપની અને ન્યુ GJ-18 જે જે નવા સમાવેશ વિસ્તારોમાં ગ્રીન ગ્લોબલ કંપનીને સાફ -સફાઈનું કામ આપ્યું છે,ત્યારે ગ્રીન ગ્લોબલ નામ બડે, દર્શન ખોટે જેવો ઘાટ સર્જાયો છે ગ્રીન ગ્લોબલ નામ એવું આપ્યું છે કે ગ્રીન સીટી માં કચરો પડ્યો હોય તો ક્યાંય દેખાય નહીં, અને ગ્રીનેરીજ જ દેખાય, પણ બધું કાગનો વાઘ હોય તેમ કાગળ ઉપર, ત્યારે GJ-18 મનપા દ્વારા GJ-18 ન્યુ એવા નવા સમાવેશ વિસ્તારોમાં સરગાસણ,રાંદેશણ, કુડાસણ, પોર, કોબા, ધોળેશ્વર મહાદેવ, ધોળાકુવા થી રાયસણ સુધી અનેક નવા ફ્લેટો, મકાનો બન્યા છે, પણ જે મહેકમ આપવામાં આવ્યું છે, એટલે કે ગ્રીન ગ્લોબલ દ્વારા જે ભરતી કરીને માણસોની સંખ્યા બતાવવામાં આવી છે, તેટલી છે,જ નહીં, ફક્ત અને ફક્ત કાગળ ઉપર કાગડો કા-કા કરી રહ્યો છે,ત્યારે GJ-18 મનપામાં સૌથી વધારે જનસંખ્યા GJ-18ન્યુ ખાતે છે, ત્યારે સાફ- સફાઈનો અભાવ, ગંદકી, રોડ રસ્તા થી લઈને એક ફ્લેટો, સોસાયટીઓની બહાર સાફ સફાઈ થતી નહીં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, ગ્રીન ગ્લોબલ દ્વારા સાફ સફાઈ કામદારોની જે સંખ્યા દર્શાવવામાં આવી છે તે સંખ્યા છે જ નહિ, ભૂતિયા દ્વારા મોટા ભાગની સંખ્યા બતાવીને મનપાની તિજાેરીને પંજાે મારી રહ્યા છે, ત્યારે આમાં મનપાનાં SIની ભૂમિકા પણ શંકાસ્પદ છે,SI ને દર મહિને સેટિંગ કોમનો હપ્તો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અગાઉ ત્રણ જેટલા SI સસ્પેન્ડ પણ કરવામાં આવેલ,ત્યારે ગ્રીન ગ્લોબલ નામ , બડે દર્શન ખોટે, પ્રજા લોટે જેવા ઘાટ સર્જાઈને ન્યુ GJ-18 ખાતે સાફ-સફાઇના અભાવે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે જ મહેનત છે, ના કરતાં માંડ ૩૫ ટકા સ્ટાફ કામ કરી રહ્યા છે, હાલ મોટાભાગે સબ કોન્ટ્રાકટર થી માણસો નીત-નવા લાવીને હલેસા હલાવે જાય છે, હમણાં જ એવી માહિતી મળવા પામી છે કે કોન્ટ્રાક્ટરો માં મજૂરો ભરીને જતી આ કંપનીના ટ્રેક્ટરો RTO દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. GJ-18 મનપાના SI નો હપ્તો,SSI નો હપ્તાથી લઈને ચાર મહિને બિલ ચૂકવવામાં આવે છે, એટલે ગમે તેવી તપાસ થાય એટલે કોરા નીકળી શકાય, ત્યારે દરેક મહિને બિલ મુકવું જાેઇએ તેવી સરળ હોવા છતાં ચાર મહિને મૂકવાથી મનપાની તિજાેરીને વ્યવસ્થિત ધબ્બો મારી શકાય અને તપાસમાં પણ કાંઈ ન મળે,ત્યારે ગ્રીનસીટી ગ્લોબલ જે GJ-18 મનપાના કોન્ટ્રાક્ટ તરીકે કામ કરે છે, તેની અનેક ફરિયાદો તથા માહિતી મળવા પામેલ છે ત્યારે હજુ ગ્રીન ગ્લોબલની અનેક માહિતીઓ બહાર આવશે વાંચતા રહો… માનવમિત્ર