ગુજરાતમાં લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઇ નથી, ત્યાં ગટરોમાં ઝેરી કેમીકલ GIDC માંથી છોડવામાં આવતા આજુબાજુ ખેતીની જમીન તથા જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ઝેરી કેમીકલ ઠલવવા માટે સરકારે ગાઇડલાઇન નક્કી કરી છે, તો પણ વહેલી સવારના આ ઝેરી કેમીકલ GIDC માંથી છોડવામાં આવતાં આજુબાજુના કોલવડા, વાવોલ જેવા વિસ્તારોમાં પાણીમાં પણ કેમીકલની બુમ અને વાસ આવતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે,
કોલવડાની સેક્ટર-૨૫ ખાતે આવેલી GIDC માંથી આ કેમીકલ છોડવામાં આવ્યું હોવાનું ચર્ચામાં સાંભલ્યું છે, ત્યારે પાણી પ્રદૂષણ બોર્ડની જવાબદારી શું? કોલવડાના નાગરીકો ગટરો વાટે જે GIDC દ્વારા કેમીકલ ઝેરી ઠલવવામાં આવી રહ્યું છે, તેના કારણે રાત્રે આ રોડ રસ્તા પરથી નીકળતા વાસ અને આંખો બળતી હોવાનું પણ લોકો જણાવે છે.