મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં અનેક ખેડૂતોને લેન્ડ ગ્રેબિન્ગ કાયદો લાવ્યા બાદ ન્યાય મળ્યો છે. અનેક ખેડૂતો માટે લેન્ડ ગ્રેબીન્ગ કાયદો આશીર્વાદ સમાન તથા ભૂમાફિયાઓ માટે અંડરગ્રાઉન્ડ ગબામાં ઘૂસી જેવા મજબૂત બન્યો છે.
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (સરકાર) દ્વારા અનેક જિલ્લાઓમાં રેડ પાડીને અનેક અધિકારી ,બાબુઓને સીધાદોર કરી દીધા છે, અનેક જગ્યાએ રેડ પાડતા અધિકારી ભૂમાફિયાઓ ની લાલ કરી દીધી છે, અનેક ગરીબ ખેડૂતોને વ્હારે આવેલા આ મંત્રીની ગરીબ ખેડૂતોમાં બોલબાલા વધી છે.
અરજદાર એવા અભણ ખેડૂત ભીખાજી જેસંગજી તથા તેમના પરિવારને જમીન વિવાદને ન્યાય મળતા પૂછવામાં આવતા તેમણે લેન્ડ ગ્રેબિન્ગ કાયદાના વખાણ કર્યા હતા અને પોતે ન્યાય મેળવવા મુખ્યમંત્રી, અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા બાદ મને ન્યાય મળ્યો છે, અને હવે જે જમીનમાં પડેલી નોંધ પ્રાંત દ્વારા નામંજૂર થતા ખેડૂત માં ન્યાય મળવાની પાવરફુલ આશા વધી ગઈ છે.
ગાંધીનગર
ભાજપનુ ૨૩ વર્ષથી એક હથ્થુ શાસન છે, પણ વિકાસની દોટ એટલી બધી વધી છે કે જમીનોના ભાવ પણ આસમાને છુંઇ રહ્યા છે ત્યારે વિકાસ પણ એટલો જ થયો છે કે લાખો માં મળતી જમીનોના ભાવ કરોડોમાં પહોંચી ગયા છે ,પણ આ ભાવ વધવાના કારણે જમીન માફિયાઓ પણ સક્રિય બનીને અનેક લોકોની જમીનો ધસી નાખવાના પણ બનાવ બનવા પામેલ છે, ત્યારે ખેડૂતો જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં જ છે ,ત્યારે ગરીબ ખેડૂતો જાય ક્યાં ,ત્યારે કોર્ટ-કચેરીથી લઈને કલેકટર કચેરી સુધી પોતે કાયદા અને નિયમો ની જાણકારી ન હોવાથી અને અંગૂઠાછાપ હોવાથી અનેક લોકોની જમીનો ફસાઈ ગઈ હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ,ત્યારે સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીન્ગ નો કાયદો લાવીને અનેક જમીન માફિયાઓને ગબા માં ઘાલી દીધા છે, ત્યારે હજુ સુધરવાનું નામ લેતા નથી, ત્યારે હા, ગુજરાત સરકારમાં પાવરફુલ અને કડક છાપ ધરાવતા મંત્રી એવા (રાજુભાઈ જેન્ટલમેન) રાજેન્દ્ર ત્રિવેદી અને ગરીબ ખેડૂતો માટે મસિયા બન્યા છે, ત્યારે જે અભણ ખેડૂતોની જમીન ધસાઈ ગઈ છે, તે સૌથી વધારે પ્રથમ આ મંત્રી ને મળવા પહોંચી જાય છે, કારણ કે ગુજરાતના પ્રથમ સરકાર એવા આ મંત્રીએ અનેક કલેકટર કચેરીમાં જઇને ભ્રષ્ટ અધિકારીઓની બદલી તથા તગેડી મૂક્યા છે ગમે ત્યારે રેડ પાડતા અને ભલભલા જમીન માફિયાઓ કે કલેક્ટર કચેરીમાં સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓની લાલ કરી દેતા રાજેન્દ્ર ત્રિવેદી ને ત્યાં ખેડૂતોની ભીડ જાેવા મળે છે. ત્યારે ૨૦૦ કરોડની જમીનમાં એક અભણ અંગૂઠાછાપ ખેડૂતની જમીન GJ-18સુઘડની ભૂમાફિયાઓ દ્વારા ઘસી નાખવામાં આવતા ખેડૂતે સહકાર મંત્રી એવા રાજેન્દ્ર ત્રિવેદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના દ્વાર ખખડાવતા મુખ્યમંત્રી તથા મંત્રીએ આ પ્રશ્ન તથા ફરિયાદને ગંભીરતા થી લઇને ખેડૂત ને ન્યાય અપાવવા કડક સૂચના આપતા આખરે ન્યાય મળવાના આસાર અને સપના સાકાર થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોજે સુઘઙ ખાતે મળેલી સર્વે નંબર ૮,૧૦,૧૪,૧૫,૩૪૭ વાળી જમીનમાં પડેલી વેચાણ અંગેની નોંધ ૪૯૩૩ સામે વિવાદીએ અત્રેની કચેરીએ વાંધા અરજી આપતા સદરહુ તકરારી રજીસ્ટર દાખલ કરેલી ત્યારબાદ સુનાવણીની તારીખ ૭ -૧૨ -૧૮ જુલાઈના રોજ અરજદારે તમામ પુરાવા સાથે જવાબ રજુ કરેલ, જે કેસ ગુણદોષ ના આધારે GJ-18 ના પ્રાંત અધિકારી બી બી મોડીયાની સહીથી જમીનમાં પડેલી નોંધ નામંજુર કરવામાં આવી હતી, GJ-18 આસપાસની જમીનોના ભાવ આસમાને પહોંચતા છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. ખેડૂતોને અંધારામાં રાખીને જમીનો લખાવી લેવાના કેસ પણ બની રહ્યા છે. ત્યારે સુઘડમાં આવેલી આશરે ૨૦૦ કરોડ રૂપિયાની ૩૪ વીઘા જમીનમાં પડેલી નોંધ પ્રાંત અધિકારી દ્વારા નામંજૂર કરાઈ છે. કલેક્ટર દ્વારા આ જમીનની તપાસ જિલ્લા પોલીસ વડાને સોંપી હતી. જાેકે સમગ્ર મુદ્દે હાઈકોર્ટ અને દિવાની કોર્ટ જે ર્નિણય આપે તે પક્ષકારોને બંધનકર્તા રહેશે.
મળતી માહિતી મુજબ સુઘડ ગામમા રહેતા ભીખાજી જેસંગજી ઠાકોર દ્વારા સુઘડમા આવેલી તેમની જમીન સર્વે નંબર ૮, ૧૦, ૧૪, ૧૫ અને ૩૪૭ બાબતે જિલ્લા તકેદારી સમિતીમાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જમીનને ૧૧ જેટલા લોકો દ્વારા ખેડૂતની નિરક્ષરતાનો લાભ ઉઠાવી જમીન લખાવી લેવામાં આવી હતી. ત્યારે મિલકતની તબદીલી અને નીચલી કોર્ટના હુકમના અમલ પર હાઈકોર્ટનો મનાઈ હુકમ થયેલો છે. હાઈકોર્ટમાં સમગ્ર બાબત વિચારાધિન હોવાથી પ્રાંત દ્વારા નોંધ રદ્દ કરાઈ છે.ઉલ્લેખનિય છે કે, નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની લાલચ આપી જમીનના રજિસ્ટર બાનાખત કરી છેતરપિંડી થઈ હોવાનો દાવા થયો હતો. સમગ્ર અરજી બાદ પ્રાંત અધિકારી દ્વારા સંલગ્ન અધિકારીને તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ખોટી વારસાઇ અને ખોટુ પેઢીનામું સહિતની માહિતી માંગી હતી. નોટરી, સોગંધનામનો અહેવાલ માંગ્યો હતો. સબ રજિસ્ટ્રાર સામે સાક્ષીઓના જવાબ અને નોટીસ રૂબરુ કરાવી હોય તો તેની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.સમગ્ર મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે કલેક્ટરને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે જણાવાયું હતું. સમગ્ર મુદ્દે પ્રાંત અધિકારી દ્વારા નોંધ ના મંજૂર કરાઈ છે. જાેકે ૬૦ દિવસની અંદર અરજદારો કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે. જમીનના ભાવ વધતાં છેતરપિંડીની બનાવો પણ વધી રહ્યા છે.