ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 નું રાજકારણ પણ અજીબ છે, જેને ગમે નહીં તેને હટાવી દે, પછી નિયમ કી ભલે ઐસી કી તૈસી, ત્યારે GJ-18 ની પ્રજાએ ૪૧ સીટો સાથે ભાજપને બહુમતી આપી છે ,ત્યારે હાલ ભાજપ સત્તાના સૂત્રો સાંભળી રહી છે, મનપામાં દબાણ હટાવો હવે કાગળ, પેન્સિલ જેવું થઈ ગયું છે, ત્યારે દબાણ હટાવોની ટીમને ઉચ્ચકક્ષાએ જેમની સોપારી ફોડી હોય તેનું દબાણ હટાવવામાં આવે, બાકી ટાઈમ ક્યાં છે,યાર, જેવો ઘાટ છે, ત્યારે કહેવત છે કે વાંદરાને સીડી ન અપાય નહિતર બધી સીડીઓ ચડી જાય અને માથે નાચે, ત્યારે મનપા દ્વારા ઘ-૪ પાસે આવેલી દાદી સા હોટલને ટાર્ગેટ બનાવીને તેની ગેરકાયદેસર સીડી હટાવી દેવામાં આવી, હવે હોટલ બંધ થવાના આરે જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે બીજી જગ્યા આવવા જવાની નથી,ત્યારે GJ-18 ખાતે શું ફક્ત દાદી સા હોટલની સીડી જ ગેરકાયદેસર હતી ? તો લો,આ GJ-18 ના દાદા ઓ ની સીડીઓ નો ખજાનો,હટાવો, બાકી આ દાદીઓ ની સીડીઓ હટાવવા જાય તો મનપાની ચડ્ડી ઉતારી નાંખે,
GJ-18 ખાતે આજથી ૭ વર્ષ પહેલા સેક્ટર-૨૪ થી દબાણ હટાવવામાં આવ્યા હતા, ત્યારે એક શ્રમજીવી અને મિડલ ક્લાસને ટાર્ગેટ કરીને તમામ દબાણ હટાવ્યા હતા, ત્યારે મોટા સેક્ટરો જેમાંIAS,IPS ના બંગલાઓની બહાર કરેલા દબાણોનો ઉપર એક હથોડો પણ વીંઝાયો નથી, ત્યારે ફરી વાર હવે દબાણ નું ભૂત ધૂણવા લાગ્યું છે, પણ હવે દબાણનું ભૂત સેટિંગ ડોટ કોમ હોય તેમ દબાણ હટાવો, સોપારી ડોટ કોમ નામની કંપની દ્વારા ટાર્ગેટ કરીને હટાવાય છે, ત્યારે કહેવત છે, કે વાંદરાને નીસરણી ન આપય, ત્યારે દાદીસાની નીસરણી હટાવી, અને નીસરણી દાદીસાની અપાયા બાદ GJ-18 ના સે-૨૪ થી લઈને સે-૧૧ માં અનેક દાદાઓએ નીસરણી મૂકી છે, ત્યારે આ નીસરણીઓ હટાવશો કે કેમ ? તે પ્રજામાં પ્રશ્ન પૂછાઇ રહ્યો છે, ત્યારે હવે તંત્ર કહે છે કે અમારી પાસે ફરિયાદ આવે તો અમે હટાવીએ, બાકી મોજ કરો, ત્યારે આ દાદીઓ ની સીડીઓ મનપા હટાવવા જાય તો મનપાની ચડ્ડી ઉતારી લે તેવા ઓળખાણની ખાણ ધરાવનારા દાદા ઓ બેઠા છે. હવે મનપાને સીડી તો આપી અને બતાવી ત્યારે દાદીસાની સીડી હટાવ્યા બાદ મનપાએ કોઈ વાઘ કે મીર નથી માર્યો, હવે અનેક દાદાઓ ની સીડીઓ હટાવવાનું મનપાને ભાવ ભર્યું આમંત્રણ છે, મનપા આ હટાવી બતાવે તો ખરી,