એ માડી, બસ ,હવે ૭૫ વર્ષ વટાવી ચૂકેલા માડી બે થેલા મસમોટા ઉચકીને જઈ રહ્યા છે, આ કોના માટે ભાઈ? પાપી પેટકા સવાલ હૈ, સબકા બુરા હાલ હૈ, એ જમાનો ગયો ભાઈ કે સિનિયર સિટીઝન થઈએ એટલે દીકરાના દીકરાને રમાડી ને મંદિરમાં ભગવાનનું નામ લઈએ ,ત્યારે મોંઘવારીમાં છેડો ભેગો કરવો કેમ? ત્યારે જે દૂધ ,છાટાના નીકળ્યા, હવે તો જી.એસ.ટી પણ ભરવાનો છે, એટલે એક થેલા ની જગ્યાએ બે પેલા ઉચકાય તો જી.એસ.ટી નો ખર્ચ પણ નીકળી જાય, ત્યારે આવા અનેક ઘરડાઓ પોતે પરિવારને મદદરૂપ થાય તે માટે હાથ પગ ચલાવે રાખતા હોય છે, બાકી મોંઘવારી એ અચ્છા -અચ્છા લોકોની કમર તોડી નાંખી છે ,કપડા ને થીગડું મરાય, પેટ ને થીગડું થોડું મરાય છે, મોંઘવારીમાં જાઉં ક્યાં? આવા લાખો ઘરડા ઓ પોતે નાનો વ્યવસાય કરીને પોતે પરિવારને મદદરૂપ થતો હોય છે, ત્યારે લારી-ગલ્લા કે દુકાનમાં ધંધો કરતા આવા ઘરડાઓ પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો, મોલમાંથી નહીં ખરીદો અને આ લોકો પાસેથી ખરીદશો તો આશીર્વાદ મળશે ,આ પણ એક સેવા જ છે ખાવાની ચીજ વસ્તુઓ પર લાગેલ જી.એસ.ટી થી વધારે મહેનત હવે લોકોને કરવી પડે છે, ઘરનું એક મોભી કમાય અને બધા ખાય એ જમાનો ગયો ભાઈ હવે ,બધા કમાય ત્યારે બે ટાઈમ ખવાય ,આજે સરકાર દ્વારા તીર્થસ્થાનોમાં અનેક યોજનાઓ જાહેર કરી પણ સફળ થઈ ખરી ? પાપી પેટકા સવાલ હૈ ,તીર્થ યાત્રા કરવા જતા પેટની ભૂખ ની યાત્રાનું શું ? પરિવારનું શું ? આ બધું જ ચિંતાગ્રસ્ત થઈ ગયું છે, હવે તો રોડ, રસ્તા પર નાની ચીજ વસ્તુઓ લઈને વેચાણ કરતા અનેક ઘરડાઓ જાેવા મળે છે, ત્યારે આ લોકો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો આ કોઈ અમિતાભ બચ્ચન ,શાહરુખ ખાન, રેખાના બંગલાની બાજુમાં જુહું ખાતે બંગલો લેવા નથી કમાતા ,પણ પરિવાર તથા પોતાના પેટની જઠરાગ્નિ ઠારવા પ્રયત્ન કરી રહ્યા છે, આખી જિંદગી કમાઈ કમાઈને બેવડું શરીર બની ગયું પણ ક્યારેય વિસામો મળ્યો નથી, ત્યારે મદદ ગણો કે તેમની પાસેથી ખરીદશો તો તેમની ખુશી કંઈક અલગ જ હશે, મોટા મોલ માં આવો તો વેલકમ, ખરીદીને બહાર નીકળો એટલે ભીડ કમ, ત્યારે અહીંયા તો બારે મહિના તમને સેલ્યુટ મારશે અને નફામાં સાહેબ કહેશે ,આશીર્વાદ બોનસમાં મળશે.