સચિવાલયમાં પ્રવેશ કરો એટલે પાન, મસાલા,ગુટખા, તમામ ચકાસણી કરવામાં આવે, અને બાહાર જ પોલીસ કઢાવી નાખે, ત્યારે આ પિચકારીઓ મારે છે, કોણ ? ત્યારે જાહેરમાં પિચકારી મારનારા લોકો માટે દંડની જાેગવાઈના પાટીયા લખેલા તંત્રના જાેવા મળે છે, પણ દંડની જાેગવાઈ છતાં કેટલા દંડ ઉઘરાવ્યા, અને કેટલી દંડની પહોંચ ફાડી તો કશું જ નહીં,
સચિવાલયમાં પાન મસાલા ના ધુમ્રપાનના શોખીનો દ્વારા ગમે તે રીતે પાન- મસાલા ગુટખા દારૂની જેમ અંદર લઈ આવે છે.
ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું પાટનગર એવું ય્ત્ન-૧૮ ખાતે દરેક મંત્રીઓ જ્યાં બેસે છે, તેવા સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨ ખાતે જાહેરમાં આવન – જાવન કરતાં રસ્તા પર પાન મસાલા ની પિચકારી મારનારા ના લોહીના ડાઘ હોય તેમ રસ્તા પિચકારીથી ચિતરી દીધા છે, અને સ્વર્ણિમ સંકુલની દીવાલને પણ પિચકારી નો ઓઇલ પેન્ટ કરી દીધો છે, ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે જવું હોય તો બહારથી જ પાન, બીડી, તમાકુ ,મસાલા લઈ જવાની મનાઈ છે, અને ચકાસણી પણ કરવામાં આવે છે, તો પિચકારીઓ રોજ મારે છે, કોણ ? સરકારી તંત્ર દ્વારા દંડની જાેગવાઈ ના આકરા મોટા બોર્ડ મારેલા હોય છે, પણ જ્યારથી બોર્ડ લગાવ્યા છે, ત્યારથી કેટલા પિચકારી મારનારા ને પકડ્યા, અને કેટલાનો દંડ વસૂલ્યો ? તો કોઈ જ માહિતી નથી, ત્યારે ગુજરાતનું કહેવાતું પાટનગર અને સચિવાલય એટલે ગુજરાતનું હાર્દ-સમું કહેવાય, ત્યારે અહીંયા પાનની મસાલાની જાહેરમાં પિચકારી મારતા તત્વો સામે કડક થવાની જરૂર છે.
સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨ ખાતે જાેવા જઈએ તો સ્વર્ણિમ-૧ ખાતે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ બેસે છે, ત્યારે સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે, ત્યારે બેને સ્વર્ણિમ સંકુલ માં પાન મસાલા ની પિચકારી મારેલી દીવાલો, રસ્તાઓ પર જાેઈ શકાય છે, ત્યારે ભારતના વડાપ્રધાન થી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિની હર હંમેશા પ્રેરણા આપતા હોય છે, ત્યારે અહીંયા વ્યસન મુક્તિથી દૂર રહીને પાન મસાલા ના બંધારણીઓનું કેન્દ્ર હોય તેમ સ્વર્ણિમ સંકુલની દીવાલો, અને જાહેરમાં રાખવાના રસ્તા પર પાનની પિચકારીઓ મારીને અહીંયા પણ ગંદકીથી ખદબદતું કરી દીધું છે,