અમેરિકામાં ઘુસણખોરી કરતાં મહેસાણા અને ગાંધીનગરનાં ૭ ગુજરાતીઓ ઝડપાયા

Spread the love


ગુજરાતમાં વિદેશ જવાનુ ઘેલુ વધી રહ્યું છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકા જવા તેઓ ગમે તે હદે જવા તૈયાર થઈ રહ્યાં છે. પોતાના વતનમાં સુખી સંપન્ન ગુજરાતીઓ હવે અમેરિકામાં ઘૂસવા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યાં છે. વિદેશ જવા માટે જરૂરી એવી IELTS ની પરીક્ષામાં હવે કૌભાંડો થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના ચાર યુવકો અમેરિકામાં બોર્ડર પાર કરતા પકડાયા છે, જેમાં IELTS કૌભાંડ ખૂલ્યુ હતું. ત્યારે હવે બોગસ IELTS સર્ટિફિકેટથી અમેરિકા જતાં વધુ ૭ યુવાનો પકડાયા છે. આ યુવકો પણ એ જ રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરતા પકડાયા છે.બોગસ IELTS સર્ટિફિકેટથી કેનેડાથી અમેરિકા જતાં ૭ યુવાનો પકડાયા છે. આ તમામ યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. ક્યુબીક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશ કરતાં યુવકો પકડાઈ ગયા હતા. તમામ યુવાનો મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. IELTS ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે યુવાનોને ઝડપી લીધા છે અને પૂછપરછ શરૂ કરી છે. આ યુવાનો પાસેથી IELTS ના બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા છે. તમામ યુવાનો મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. તમામને અંગ્રેજી ન આવડતું હોવા છતાં ૭ થી ૮ બેન્ડના સર્ટિફિકેટ મળ્યા છે. ત્યારે યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને મોટાપાયે કૌભાંડ થઈ રહ્યુ હોવાની શંકા સેવાઈ રહી છે.વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. તાજેતરમાં ચાર વિદ્યાર્થીઓના IELTS બેન્ડમાં છેડછાડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com