આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા એ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા કહ્યું કે, ૧ ઓગસ્ટ ની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાળાઓ ની સફાઈ, શાળા સુરક્ષા, શિક્ષણની ગુણવત્તા, ગ્રેડ પે, યુનિફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી કીટ, સ્કુલ બેગ, વગેરે મુદ્દે વિરોધ અને રજૂઆત થશે એ ડરથી ભાજપના અધ્યક્ષે સભા માત્ર ૨૨ મિનિટમાં જ પૂરી કરી દેવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જ તમામ મુદ્દાઓ સાથેની અરજી આપવા છતાંય, બોલવાનો સમય માંગવા છતાંય, ઝીરો અવર્સની માંગણી કરવા છતાંય ૨૧ કામમાંથી છેલ્લા ૧૦ કામો એક સાથે પાસ કરી દેવામાં આવ્યા હતા. ભાજપના સભ્ય દ્વારા મારા માટે વારંવાર નક્સલી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો અને મને ત્રણ સભા માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી. શિક્ષણ સમિતિની સામાન્ય સભા માં નક્કી થયેલ ૨૧ કામમાંથી નીચે દર્શાવેલ કામ માટે આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છેઅન્ય સવાલો માં વિપક્ષને માહિતીની નકલો આપવાનો ઇન્કાર કયા નિયમને આધારે કરવામાં આવે છે તમામ શાળાઓને પાઠ્યપુસ્તકો ક્યારે આપવામાં આવશે.
• બાળકોને બે જાેડી યુનિફોર્મ, બુટ-મોજા, આઈ કાર્ડ, સ્કૂલબેગ, સ્ટેશનરી કીટ ક્યારે મળશે ? અન્ય સૂચનો/રજૂઆતમાં આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓ ઉપર નું ખોટું રાજકીય દબાણ બંધ કરવામાં આવે. શિક્ષકો ને શિક્ષણ સિવાયના તમામ કામો માંથી મુક્તિ આપવામાં આવે.બાળકોના યૌન શોષણના મુદ્દે અધ્યક્ષે વાલીઓની માફી માંગી ને રાજીનામું આપી દેવું જાેઈએ.વિપક્ષ દ્વારા માંગવામાં આવતી માહિતી તેમજ માહિતીની નકલો સમયસર આપવામાં આવે.જર્જરિત મકાનોનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે અથવા નવા ભવનો નું નિર્માણ કરવામાં આવે.
• શાળાઓને રાજકીય પ્રવૃત્તિ નો અડ્ડો ન બનાવવામાં આવે.
• શાળાઓ માં અભ્યાસક્રમ અને તાસ પદ્ધતિ અનુસરવામાં આવે અને એનું મોનીટરીંગ કરવામાં આવે.
રાકેશ હિરપરા એ કહ્યું કે, આમ આદમી પાર્ટી એ શિક્ષણ ક્ષેત્ર ના દરેક મુદ્દે પુરાવા સાથે વિરોધ કર્યા છે, છતાંય કોઈ પગલાં લેવાતા નથી. એક સારી શિક્ષણ વ્યવસ્થા અને બાળકો નું ભવિષ્ય બચાવવા માટે આમ આદમી પાર્ટી ભાજપ ના તાનાશાહી રવૈયો અને ભ્રષ્ટાચાર નો સખત વિરોધ કરે છે. જાે વહેલી તકે આમ આદમી પાર્ટી ની માંગો પુરી ન કરવામાં આવી તો આવનારા સમય માં આમ આદમી પાર્ટી લોકશાહી ઢબે લોકતંત્ર અને ગુજરાત માં શિક્ષણ વ્યવસ્થા બચાવવા માટે વિરોધ પ્રદર્શન નું ઉગ્ર રૂપ ધારણ કરશે.