
GJ-18 મનપાના અનેક વિસ્તારોમાં પ્રજાજનો જાહેરમાં કચરો ફેંકવા તૈયાર છે, પણ ડસ્ટબીનમાં નહીં, ત્યારે તસવીરમાં બંને દિવસ માનવ મિત્રની ટીમ દ્વારા ચકાસણી કરાતા મનપા રોજબરોજ કચરો લઈ જાય છે, અને નગરજનો કચરો અહીંયા ફેંકી જાય છે, જેથી હવે દંડની કડક જાેગવાઈ અને ડસ્ટબિનની મોટી પેટી મૂકવા કવાયત તેજ કરવાની જરૂર છે.
ગુજરાતનું કહેવાતું GJ-18 હવે વિકાસશીલ બન્યું છે, ત્યારે મનપા સમાવિષ્ટ નવા વિસ્તારોમાં ગમે ત્યાં કચરો ફેંકતા નગરજનો માટે GJ-18 GMC સાફ-સફાઈ કરી જાય છે, ત્યારે જાહેરમાં કચરો નાખતા તત્વો સામે કડક મનપાએ થવાની જરૂર છે, ત્યારે ધોળાકુવા પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર જાહેરમાં કચરો ફેંકીને હમ નહીં સુધરેંગે તેવો ઘાટ સર્જ્યો છે, ત્યારે તસ્વીર મંગળવારની છે, અને બીજી તસ્વીર બુધવારની છે, ત્યારે નગરજનો જાહેરમાં કચરો ફેંકવા તૈયાર છે, પણ ડસ્ટબીન ત્યાં મુકવા દેતા નથી, કહે છે , કે અહીંયા ગંદકી થાય, તો પછી શું રોજબરોજ આવી રીતે કચરો નાખશો ? પ્રાત વિગતો અનુસાર ધોળાકુવા પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર જાહેરમાં રોજબરોજ કચરો ઠલવતા તત્વો સામે હવે મનપાએ કડક દંડની પહોંચ ચીપકાવાની જરૂર છે, અને કચરાપેટી મૂકવા પણ કડકહાથેશ કવાયત તેજ કરવાની જરૂર હોવાનું લોકો જણાવે છે.