ગુજરાતમાં આપનું જાેર વધ્યું, ત્રીજા વિકલ્પ તરીકે જંમ્બો જેટની સ્પીડથી પ્રજામાં ઊભરી આવ્યું,

Spread the love


ગુજરાતમાં ત્રીજાે વિકલ્પ ચાલે નહીં, ત્રીજા વિકલ્પને ગુજરાત ચલાવતું નથી, પણ હા અત્યારે આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે માર્કેટમાં આવી છે, પણ પ્રજામાં ભાજપ પછી હવે આપનું જાેર પાવરફુલ વધ્યું છે, કાચબાની ગતિએ પહેલા ગુજરાતમાં ચાલેલી આ પાર્ટી હવે જંમ્બો જેટની જેમ સ્પીડથી ગુજરાતમાં ઉભરી રહી છે, ત્યારે ભાજપ સત્તાધારી પક્ષ બાદ બીજા નંબરે હાલ હોટ ફેવરિટ ” આપ” બની છે ,અને કોંગ્રેસ ત્રીજા સ્થાને બેસી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો રાઉન્ડ લેતા પ્રજા પણ આપના રાઉન્ડમાં આવી ગઈ હોય તેવી ચર્ચા સાંભળવા મળી રહી છે, વીજળી ,શિક્ષણ ,આરોગ્ય ફ્રી બાદ જે બેકારીનો પ્રશ્ન છે, અને યુવાનોમાં લાખો લોકો બેકારો છે, ત્યારે હમણાં જ તલાટીની ભરતીના ફોર્મ ભરાયા તેમાં ૧૬ લાખથી વધારે લોકોએ અરજી કરી છે, ત્યારે બેકારી કેટલી પ્રસરી છે, તે મોટો પ્રશ્ન છે અને વારંવાર પેપર ફૂટવાની ઘટના સંદર્ભે કેજરીવાલે મધપૂડો છંછેડીને જે કડક કાયદા બનાવીશું તે સંદર્ભે યુવાનોના મતો ડાયવર્ટ થાય તો નવાઈ નહીં, આજની યુવા પેઢી ખૂબ જ ઝડપી ર્નિણય લેતી હોય જેથી યુવાનોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે,કેજરીવાલ ૬ ઓગસ્ટે ટાઉનહોલમાં જામનગરના વેપારીઓને સંબોધિત કરશે અને સાત ઓગસ્ટે છોટા ઉદયપુરમાં એક જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન કેજરીવાલ ચૂંટણી જાહેરાત પણ કરશે.મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જગ્યા આપી છે.પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારી (બેચરાજી, મહેસાણા)થી ચૂંટણી લડશે. આ સિવાય ભીમાભાઇ ચૌધરી દિયોદર, વશરામ સાગઠિયા રાજકોટ ગ્રામ્ય, શિવલાલ બરસિયા રાજકોટ દક્ષિણ, જગમલ વાળા, સોમનાથ, અર્જૂન રાઠવા, છોટા ઉદયપુર, રામ ધડુક, કામરેજ, રાજેન્દ્ર સોલંકી, બારડોલી, ઓમપ્રકાશ તિવારી, નરોડા, સુધીર વઘાણી, ગારિયાધારથી ચૂંટણી લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *