ગુજરાતમાં હમણાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો, તેમાં ૫૮ થી વધારે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, અને ગુજરાતમાં દરેક જગ્યાએ પોલીસે રેડ પાડીને દારૂનો છાંટો પણ ન મળે તેવો માહોલ ઉભો કર્યો હતો, તો શું દારૂ નથી વેચાતો ? દારૂ નથી મળતો ? ત્યારે પોટલી બાજ, અને ડફલી બાજાે માટે માણસામાં દારૂનું વેચાણ પૂર જાેરમાં ચાલુ છે, તેમાં જે તસ્વીરમાં દેખાતો પંડિત દિન દયાળ શાકમાર્કેટ જે બનાવેલ છે, તેમાં અનેક જે કોથળીઓ દેખાય છે, તે દારૂની પોટલીઓ છે, સૂંઘો એટલે વાસ મારી રહી છે, ત્યારે આ માર્કેટ ઘણા સમયથી બંધ હાલતમાં છે, ક્યારે પોટલી બાજાેનું આશ્રયસ્થાન બનેલ માર્કેટમાં રોજબરોજ રાત્રે અહીંયા પીનારા જાેવાય છે,
માણસા ખાતે દેશી દારૂનું ફૂલ વેચાણ હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે, ત્યારે માર્કેટમાં જે પોલીથીન કોથળીઓને લેબમાં મોકલવામાં આવે તો ખ્યાલ આવી જાય કે પોલીથીનમા શું છે, ત્યારે લઠ્ઠા કાંડ બાદ હવે ફરી ડફલી, પોટલી બાજાેનું સામ્રાજ્ય શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ માર્કેટની બાજુમાં પોલીસ ચોકી પણ છે, ત્યારે પોલીસને આ માર્કેટની ખબર ન હોય તેવું કેવી રીતે બની શકે ?