દેશમાં ડગલેને પગલે રોજબરોજ મોંઘવારી વધી રહી છે,જે CNG એક વર્ષ પહેલા જે ભાવ હતો, તેમાં ૩૨ રૂપિયાનો વધારો થતા CNG રીક્ષા ચાલકોને રીક્ષા હવે ગળે ઘંટી બાંધવા જેવી લાગી રહી છે, ક્યારે લાખો વાહનોમાં CNG ફીટ કરાવનારા વાહન ચાલકો તો પેટ્રોલ થી હવે ચલાવવા લાગ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં લીલા પોપટની રિક્ષા શહેરમાં દેખાતી બંધ થઈ જશે તેવા અંધાણ સાપડી રહ્યા છે.CNG, પેટ્રોલ-ડીઝલનો ભાવ હવે નજીકમાં ટચો ટચ થઈ રહ્યો છે, ત્યારે CNG રીક્ષા ચલાવતા રિક્ષાચાલકો પેટ્રોલ થી ગાડી ચલાવી ન શકે, ત્યારે આવનારા દિવસોમાં લીલા પોપટ ( CNG ) રીક્ષા શહેરમાં દેખાતી બંધ થાય તો નવાઈ નહીં, કારણ કે CNG ના ભાવ વધારાથી ભાડા તો વધ્યા પણ ધંધા ઉપર ભારે અસર વર્તાઈ રહી છે. આજે રિક્ષાના ધંધા ઉપર લાખો પરિવારનું ગુજરાન ચાલે છે, ત્યારે સરકારે જે તે વખતે CNG નું ભૂત પકડાવી ને લોકોને પેટ્રોલવાળી રીક્ષા બંધ કરાવીને CNG ચાલુ કરાવી, હવે CNG રીક્ષા બંધ થાય તો નવાઈ નહીં, તેવો અંદેશો મળી રહ્યો છે, ત્યારે રીક્ષા ચાલકોના એસો.ના પ્રમુખ વિજયભાઈ દ્વારા આવનારા દિવસોમાં હડતાલ રીક્ષા ચાલકો કરે તેવો સૂર પણ વ્યક્ત કર્યો છે,