અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં  ગરબા ગાવા માટે પણ ૧૫૦૦ રૂપિયા :   પ્રસાદમાં છેલ્લા દોઢ વર્ષમાં ક્રમશ: 80% ભાવ વધારો

Spread the love

આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટનો ગરબા માટે 1501ની ભેટ રજૂ કરવાનો પત્ર

અમદાવાદ

સરકારે અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પણ રૂપિયા ૧૫૦૦ વસૂલવા ઠરાવ કર્યો છે સાથે સાથે દોઢ વર્ષ પહેલાં અંબાજી મંદિરમાં જે પ્રસાદનું પેકેટ ૧૦ રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશઃ ભાવવધારો કરી અત્યારે ૧૮ રૂપિયા એટલે કે ૮૦% ભાવ વધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલે ગુજરાત સરકારને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ચાચર ચોકમાં જે ધજા ચઢાવવા આવતા સંઘો કે ભક્તજનોને પાંચ ગરબા પણ રમવા હોય તો તેના માટે પણ રૂપિયા ૧૫૦૦ વસુલાય છે તો માતાજીના ચોકમાં ભક્તજનોને ગરબા રમવા માટે આ પ્રકારનો ચાર્જ કમ્પલસરી લેવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, માતાજીના ગરબા ઉપર જીએસટી પણ ઉઘરાવવાનો બંધ કરવામાં આવે તથા અંબાજીના પ્રસાદમાં જે ક્રમશ: ૮૦% ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને પણ પાછો ખેંચવામાં આવે.

નવરાત્રીમાં માતાજીના ગરબા રમવા જતા દીકરા દીકરીઓને હવે કોમર્શિયલ ગરબા ઉપરની ટિકિટ પર ૧૮% જીએસટી આપવો પડશે. શું આ યુવાનો માતાજીના ગરબા માત્ર શેરી ગરબા રમે તો જ આરાધના શક્ય બને? શું પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા એટલે માતાજીની આરાધના નહીં એવું ભાજપ સરકાર માને છે? પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા પણ માતાજીની આરાધના ભક્તિનો ભાવ દર્શાવે છે. આવા પ્રકારના ગરબામાં પણ અંબે માતાજીની આરતીથી શરૂઆત કરવામાં આવે છે તો શું એમ કહી શકાય કે માતાજીની આરતી કરવા માટે પણ ૧૮% જીએસટી યુવાનોએ અને માઈ ભક્તોએ ચૂકવવો પડશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com