IPL ની કમાણી પર ટેક્સ નાખશો તો, એક IPL ની કમાણી પર થી 50 વર્ષ ગરબા ફ્રી કરી શકાશે : ઈસુદાન ગઢવી

Spread the love

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી

CNG ના ભાવ છેલ્લા દોઢ વર્ષમાં 49 રૂપિયા થી 89 રૂ. , દૂધ, છાસ થી લઈને ગરબા ના પાસ પર GST : ભાજપ સરકારનું કહેવું છે કે ગરબા નું આયોજન કરવા વાળા રૂપિયા કમાય છે એટલે અમે તેના પર GST લગાવીએ છીએ, પણ રૂપિયા તો IPL વાળા પણ કમાય છે તો એમના પર GST કેમ નહિ? : ઈસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. પરંતુ ભાજપ ને દૂધ, છાસ થી લઈને ગરબા ના પાસ પર GST લગાવવામાંથી ફુરસત નથી. પેટ્રોલ-ડીઝલ તો મોંઘુ હતું જ પણ હવે CNG, LPG થી લઈને વીજળી ના ભાવ માં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારનું કહેવું છે કે ગરબા નું આયોજન કરવા વાળા રૂપિયા કમાય છે એટલે અમે તેના પર GST લગાવીએ છીએ, પણ રૂપિયા તો IPL વાળા પણ કમાય છે તો એમના પર GST કેમ નહિ?

ગુજરાતમાં ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2021 માં CNG નો ભાવ 49.40 રૂપિયા હતો. પરંતુ અત્યારે CNG ના પ્રતિકિલો ભાવમાં કુલ રૂ.3.48 નો ભાવ વધારો થવાથી CNG નો ભાવ 83.90 રૂપિયા થી વધીને 89.37 રૂપિયા થયો છે. CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં હવે માત્ર 10 રૂપિયાનો તફાવત છે.

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. લોટ, દહીં પર GSTથી ભાવ વધારો થઇ રહ્યો છે. CNG માં સબસીડી આપવા વારંવાર રજૂઆત કરાઇ છે. છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી. CNG ના ભાવ વધવાથી રીક્ષા ના ભાડા પણ વધી જશે,આ બધી સમસ્યાઓ ભાજપ સરકારને દેખાતી નથી. મોંઘવારી ના માર વચ્ચે, ગુજરાતમાં તલાટી ઓ પણ હડતાળ પર છે. તલાટીઓના હડતાળ પર રહેતા ગ્રામ પંચાયતની તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ની અપીલ છે કે તલાટીઓની જે પણ માંગણી છે તે સરકારે સાંભળવી પડશે અને 9 મહિના પહેલા સરકારે વાયદાઓ કર્યા હતા કે તલાટીઓ ના બધા પ્રશ્નો નો ઉકેલ આવી જશે પરંતુ અત્યાર સુધી એક પણ પ્રશ્નનો હલ આવ્યો નથી. સરકાર તલાટીઓ ની બધી માંગ તાત્કાલિક ધોરણે પુરી કરે .આમ આદમી પાર્ટી ની ભાજપ સરકાર ને અપીલ છે કે, જો CNG ના ભાવ માં ઘટાડો નહિ કરવામાં આવ્યો અને મોંઘવારી પર લગામ ના લગાવવામાં આવે તો જનતાની સુવિધાઓ માટે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com