ગાંધીનગર શહેરમાં આવેલ ખાણીપીણી વિસ્તાર જેવો કે મીના બજાર, ઘ-૫, સેક્ટર -૧૭, પથિક આશ્રમ ડેપો પાછળના ઝાપા પાસેના વિસ્તારમાં જાત જાતના નામે ખુલી ગયેલા ભજીયા હાઉસમાં વરસાદની સિઝનમાં લોકો દાલવાડા,ગોટા, બફવડા, બટાકા વડા જેવા તેલમાં તળેલી વાનગીઓનો મોટા પ્રમાણમાં નાસ્તો કરતા હોય છે. રાત માહિતી અનુસાર ઉપરોક્ત ભજીયાની લારીઓ માં કે સ્ટોલમાં ચીજ વસ્તુઓ તળવા માટે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવાનું પ્રમાણે લોભીયા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ખાણીપીણીનો આ ધંધો આ સિઝનમાં વ્યાપક પ્રમાણમાં વધ્યો હોય કેટલાક વેપારીઓ વધુ નફો રળવા માટે જાહેર આરોગ્યને નુકસાન થાય તેવી ચીજ વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરતા ખચકાતા નથી ખાદ્યતેલની કોઈ ચીજ વસ્તુઓ તળવા માટે એકાદ બે વાર જ ઉપયોગમાં લઈ શકાય છે ત્યારે બાદમાં તે જ તેલનો પરિવાર ઉપયોગ કરી શકાતો નથી તેમ છતાં મોટા ભાગના તેલમાં તળી વાનગી તૈયાર કરતા વેપારીઓ એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેતા હોવાનું ઉજાગર થવા પામ્યું છે. ખાદ્ય તેલની ચકાસણી કરવા માટે ખાસ પ્રકારનું મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ એન્ડ ફૂડ વિભાગના પાસે છે ગાંધીનગર મનપાદના હેલ્થ એન્ડ ફૂડ વિભાગ પાસે છે કે નહીં, તેનો ઉપયોગ ક્યારે થશે જેવા પ્રશ્નો પ્રબુધ્ધ નાગરિકોમાં ચર્ચા રહ્યા છે. મનપાનું હેલ્થ અને ફૂડ વિભાગ ખાસ કરીને દિવાળીના તહેવારોમાં જ સક્રિય હોય છે તેમાં પણ તહેવારોના આગલા દિવસોમાં જ તાજા તૈયાર થયેલા ફરસાણ ,મીઠાઈના દેખાવ ખાતર નમૂના લેવામાં આવતા હોય છે. તહેવારના પાંચેક દિવસ બાદ તૈયાર કરેલ વાનગી ખાવા લાયક ન હોવા છતાં વેપારીઓ મોટા જથ્થામાં મીઠાઈઓ વેચતા હોય છે જે આરોગ્ય માટે ખતરા રૂપ હોય છે નોંધનીય છે કે ગાંધીનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરસાણની નાની અને મધ્યમ કક્ષાની દુકાનોમાં હલકી ગુણવંતાના તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેમાં પણ એકનું એક તેલ તળવા માટે વારંવાર ઉપયોગમાં લેવાતું હોવાનું મનપાય હેલ્થ એન્ડ ફૂડ વિભાગના ધ્યાનમાં હોય તેવું માનવા લાયક નથી પણ હપ્તાખોરીના કારણે આવી ગેરરીતિઓ ચલાવાઇ રહી છે અને શહેરીજનોની તંદુરસ્તી ને નુકસાન કરી રહી છે.