GJ-18 હવે ભુવા નગરી, ગાબડા નગરી બનતું જાય છે, કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તાથી લઈને અંડરબ્રિજ એવા બનાવ્યા છે, કે હોદ્દેદારો જે ચૂંટાયેલા છે, તેમના માટે આ પ્રશ્ન પેચીદો અને સરદર્દ સમાન બની ગયો છે, ત્યારે ચ-૦ થી ઇન્ફોસિટી જતા બ્રીજની નીચે મસ્ત મોટો ભુવો એવો ગાબડું પડવા પામ્યું છે, ત્યારે વરસાદમાં જ્યાં બ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યાં નીચેથી મોટી ડ્રેનેજ લાઈનો જઇ રહી છે જે અગાઉ પણ માનવ મિત્ર દ્વારા લખવામાં આવ્યું હતું ત્યારે આ બ્રિજનું આયુષ્ય પણ કેટલું રહેશે ? તે યથાર્થ પ્રશ્ન છે,
માર્ગ અને મકાન વિભાગ ,પાટનગર યોજના, મનપા જે પણ તંત્રની જવાબદારી આવે પણ જે ગાબડા પડ્યા છે, ત્યાં મસ્ત મોટી ડ્રેનેજ લાઈન જઈ રહી છે, જે આવતા વર્ષોમાં જાેખમી રહેશે, ત્યારે આ બ્રિજ બનાવવા મહોર કોણે મારી, એ પ્રશ્ન છે, હમણાં જ ખોરજ પાસે બ્રિજ માં ગાબડા જે પડ્યા હતા ,તે ડ્રેનેજ લાઇન લીક થવાના કારણે પડ્યા હતા ત્યારે હવે પાછા ગાબડા પડતા ચ-૦ થી ઈન્ફોસિટી માર્ગ અને જે બ્રિજ છે તેને પણ નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે, ત્યારે તંત્ર સામે જે અધિકારીની જવાબદારી હોય તેની સામે કાર્યવાહી થવી જાેઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.
ન્યુ GJ-18 એવા ચ-૦ થી ઘ-૦ જતા બ્રિજની નીચે ગાબડા પડતા અફડા-તફડી જેવા માહોલ સર્જાયો
GJ-18 મનપાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ચેરમેન જશુ પટેલને સમાચાર મળતા પોતે તાબડતોડ સ્થળની મુલાકાત લીધી હતી,