GJ-18 ઘ-૪, વાવોલ અંન્ડરપાસ પાણીથી છલોછલ, પ્રશ્ન વરસો વરસ, કરોડોનું આંધણ છતાં પ્રજાને રાંધણ જેવો પ્રશ્ન ?
આગ્રાનો તાજમહેલ,GJ-18 નો ખટાક-ખટાક અંડરપાસ, પ્રખ્યાત,
ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું પાટનગર એવાGJ-18 ખાતે બે અંડરપાસ બનાવવામાં આવ્યા છે, તેમાં ઘ-૪ નો જે અંડર પાસ છે, તેના પ્રશ્નો વારંવાર અખબારોમાં ચમકતા રહે છે,ઘ-૪ નો અંડર પાસ એટલે ખટાક-ખટાક નામથી પ્રચલિત થઈ ગયો છે, અને દિવસે અંડર પાસેથી નીચેથી પસાર થાવ ત્યારે લાઇટો હોવા છતાં અંધારું ગોર લાગે છે, કયા મુહૂર્તમાં આ અંડર પાસ બનાવ્યો હતો, તે જ ખબર પડી નથી, ત્યારે ઘ-૪ નો ખટાક-ખટાક એવા અંડર પાસમાં દીવાલોના જે કલર કરવામાં આવ્યા છે, તેમાં પણ અંધારું હોય તેવા કલરના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે, ત્યારે અંડરપાસ ની અંદર સફેદ કલર લગાવવાની જરૂર હોવાનું લોકો કહી રહ્યા છે, ત્યારે વાવોલ એવી હોટલ લીલા ખાતેથી પસાર થતો અંડર બ્રિજ જે બનાવ્યો છે, તેમાં ખટાક-ખટાક કે ધડામ -ધડામ અવાજ આવતા નથી, પણ વરસાદી પાણી ભરાઈ જતા પાણીના નિકાલની જે ઝડપી વ્યવસ્થા જાેઈએ તેવી રહેતી નથી,
GJ-18 ખાતે બનાવેલ બે આ અંડરપાસ માં સૌથી વધારે ફરિયાદો જે ઉઠવા પામી છે તેમાં ઘ-૪ નો ખટાક-ખટાક અંડર બ્રિજ સૌથી વધારે ફરિયાદ છે અને આ ખટાક-ખટાક તમામ નગરસેવકો, તંત્રને સરદર્દ સમાન બની ગયો છે, ગમે તેવા એન્જિનિયર ને બોલાવો પણ ખટાક-ખટાક ચાલુ જ રહે છે, ત્યારે કહેવત છે કે દિલ્હીના બાદશાહે આગ્રામાં તાજમહેલ બનાવ્યો હતો, ત્યારે આવો અજાયબી તાજમહેલ કોઇ ન બનાવી શકે ત્યારે ત્યારે કડિયાએ હથોડો એવો એક જગ્યાએ માર્યો કે આજે પણ પાણી નીકળે છે,અને હજુ પણ કોઈ વૈજ્ઞાનિક આ પાણી ક્યાંથી આવે છે, તે શોધી શક્યું નથી, ત્યારે આગ્રાનો મહેલ અને GJ-18 ઘ-૪ નો ખટાક-ખટાક અંડર પાસ પણ એ અજાયબી છે ગમે તેવા ઇન્જીનીયર અહીંયા પાણી ભરે જે કોન્ટ્રોક્ટરે બનાવ્યો પણ આ ખટાક-ખટાક મિટાવી શકશે નહીં, ત્યારે ય્ત્ન-૧૮ ખટાક-ખટાક અજાયબી કહેવાય અને વાવોલ અંડરપાસમાંથી નીકળી એટલે પાણીનો ડબક ડબક અવાજ સાંભળવા મળે, ત્યારે બંને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો રાત્રે ભારે પરેશાન થયા હતા,