AAPએ ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Spread the love

AAPના વધુ ૯ ઉમેદવારોની જાહેરાત,જેજે મેવાડા – અસારવા, નિમિષાબેન ખૂંટને ગોંડલ તો રાજુ કરપડા ચોટીલાના ઉમેદવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ પહેલાં AAP હવે ઉમેદવારો જાહેર કરી રહી છે, જેમાં પ્રથમ યાદી બાદ આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવશે. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની ૪, મધ્ય ગુજરાતની ૨, ઉત્તર ગુજરાતની ૩ અને દક્ષિણ ગુજરાતમાં ૧ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ ૯ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ ૧૯ ઉમેદવારો જાહેર કરી દીધાં છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત દિવસે દિવસે થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી રહી છે તેના પર લોકો ભરોસો મૂકી રહ્યાં છે. દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવશે. સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી હતી. વહેલા ઉમેદવાર જાહેર કર્યા એ ભાજપના લોકોએ સારો ર્નિણય ગણાવ્યો છે.પહેલી યાદી જાહેર થયા એ ઉમેદવાર પણ લોકસંપર્ક કરી રહ્યા છે. પહેલી યાદીને સારો આવકાર મળ્યો છે.વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે. આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ ૧૮૨ બેઠક પર ચૂંટણી લડશે. આજે ૧૦ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે. ત્યાર બાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. AAP અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી AAP અને કઈ સીટ પર BTP લડશે એ અંગે આગામી દિવસોમાં ર્નિણય કરવામાં આવશે.ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે. ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકાય. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જાેડે બેસી જશે.

AAPના ૯ ઉમેદવારોની યાદી
* રાજુ કરપડા – ચોટીલા
* પિયુષ પરમાર –
જૂનાગઢના માંગરોળ
* કરસનભાઈ કરમૂર – જામનગર
* નીમીષા ખૂંટ – ગોંડલ
* પ્રકાશભાઈ કોન્ટ્રાકટર –
સુરતની ચોર્યાસી બેઠક
* વિક્રમ સૌરાણી – વાંકાનેર
* ભરતભાઈ વાખલા – દેવગઢબારીયા
* જેજે મેવાડા – અસારવા
* વિપુલભાઈ સખીયા – ધોરાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com