PM એ છ માસમાં મંત્રીઓની કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેબિનેટના મંત્રીઓએ છેલ્લા છ મહિનામાં શું પ્રગતિ કરી છે તેની સમીક્ષા હાથ ધરી છે. ભાજપની સત્તા વાપસી બાદ મંત્રીઓએ બીજી ટર્મમાં કેટલો પ્રોગ્રેસ કર્યો છે તેને લઈને મોદીએ સમીક્ષા કરી હતી. આ બેઠક મોડી સાંજ સુધી ચાલે તેવી સંભાવના છે. બેઠક બાદ કોણ-કોણ પાસ થયું અને કોણ નપાસ થયું તેનો ખ્યાલ આવી શકશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં વિવિધ મંત્રીઓએ વડાપ્રધાન સામે પોતાના દ્વારા લેવાયેલા નિર્ણયોનું ટૂંકું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં કૃષિ, ગ્રામ વિકાસ તેમજ સામાજીક ક્ષેત્ર પર વધુ ભાર મુકવામાં આવી શકે છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

વડાપ્રધાન મોદીએ આ બેઠક એવા સમયે યોજી છે જ્યારે દેશભરમાં નાગરિકતા સંશોધન બિલને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ ઉપરાંત નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)નો સમગ્ર દેશમાં અમલ કરવાને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે. જો કે આ મુદ્દો બેઠકમાં ચર્ચાયો છે કે કેમ તે જાણી શકાયું નથી. સામાન્ય રીતે મંત્રીઓ પરિષદની બેઠક દર મહિને યોજાતી કેબિનેટ બેઠક બાદ મળતી હોય છે. જ્યારે આ વખતે આ બેઠક સ્વતંત્ર રીતે યોજાઈ છે. આ મહિનાની સાપ્તાહિક કેબિનેટ બેઠક 24 ડિસેમ્બરના રોજ યોજાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરની કેબિનેટ બેઠકોમાં પીએમ મોદીએ મંત્રીઓ દ્વારા સરકારી યોજનાઓ અને નીતિઓ પર શું-શું કામ કર્યું છે તેની સમીક્ષા પણ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com