શુક્રવારે ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને અનામી વ્યક્તિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીરે ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને તેમના અને પરિવારની સુરક્ષાની માંગ કરી છે. ગંભીર પૂર્વ દિલ્હી બેઠક પરથી સાંસદ છે. તેમણે પોલીસને પત્રમાં જણાવ્યું હતું કે ફોન આંતરરાષ્ટ્રીય નંબરથી આવ્યો છે. ગંભીરે પોલીસને કહ્યું, “કોઈએ ઇન્ટરનેશનલ નંબર +7 (400) 043 પરથી ફોન કરીને મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હું પોલીસને વિનંતી કરું છું કે તેઓ એફઆઈઆર નોંધાવે અને મને અને મારા પરિવારને સુરક્ષા આપે.