ગુજરાતમાં 23 વર્ષથી એકહથ્થું શાસન ભાજપ ભોગવી રહી છે, ત્યારે તેની દેન કાર્યકરો, ધારાસભ્યો થી લઈને ચૂંટાયેલા સભ્યોનો મોટો હિસ્સો રહેલો છે. ત્યારે સ્વર્ણિમ-1 અને 2 માં જ્યાં મંત્રીઓ બેસીને આખા ગુજરાતનો વહીવટ થાય છે, ત્યાં ઘણાજ અરજદારોને ધરમના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્વર્ણિમ-1 માં મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી તથા કેબિનેટ મંત્રીઓ આસન ગ્રહણ કરી રહયાં છે. ત્યારે સ્વર્ણિમ-2 માં રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે. ત્યારે સ્વર્ણિમ- 1 માં જોવા જઈએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર હોય તો પબ્લિકની ભીડ દેખાય, બાકી મોટાભાગનો બોજ લઈને ફરતા ડે.મુખ્યમંત્રી નિતિન પટેલ છે. સૌથી વધારે સ્કોરની વાત હોય તો ફસ્ટ નંબર ડે.મુખ્યમંત્રી નિતિન પટેલનો આવે તેમાં બે મત નથી, અને રોજબરોજ ચારસો થી પાંચસો વ્યક્તિઓની ફરિયાદ સાભળી રહ્યા છે. ત્યારે ડે.મુખ્યમંત્રીને ત્યાં દરબાર ભરાયેલોજ હોય છે. અનેક વ્યક્તિઓ જેમાં ગુજરાતમાંથી ઠેકઠેકાણેથી આવી રહી છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહ તથા પ્રદેશકક્ષાએથી પણ વારંવાર અનેક વખત સૂચનાઓ આપવામાં આવી છે, કે દરેક મંત્રીઓએ અચુક અઠવાડિયામાં 4 થી 5 દિવસ હાજર રહે અને તમામ મોટાભાગની જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓને પણ સૂચના આપવામાં આવી છે કે, દરેક હોદેદારોએ અઠવાડિયામાં 4 થી 5 દિવસ પ્રજાના પ્રશ્નો સાંભળીને વાંચા આપવી, પણ સાંભળે કોણ?
ગુજરાતમાંથી હજારો અરજદારો સચિવાલયની લાંબી દોટ કેમ મૂકે છે, ભાડા ખર્ચીને સમયે વેડફીને 200 થી 500 કિમી દૂરથી અહીયા શું કામ લાંબા થવાનું તે કોઈએ વિચાર્યું છે ખરું? હા, પ્રદેશ કક્ષાએ આની નોંધ લેવાઈને દરેકને સૂચના આપવા છતાં 60% મંત્રીઓ કેબિનેટ મિટિંગ હોય ત્યારે હાજર રહે છે, અને બીજા દિવસેજ પલાયન થઈ જાય છે. ત્યારે કેબિનેટ મંત્રીઓમાં 4 થી 5 દિવસ હાજર રહેતા હોય અને હાજરી જેમની દેખાતી હોય તથા પબ્લિકની પણ ભીડ દેખાતી હોય તો તેવા કેબિનેટ મંત્રીઓમાં કૌશિક પટેલ, ઈશ્વર પરમાર ને ત્યાં ભીડ જોવા મળે છે. ત્યારે ઈશ્વર પરમાર હાજર હોયતો મેળાવડો હોય છે, ત્યારે કૌશિક પટેલ પોતે સમય ફાળવે છે. પણ તેમની પાસે ખાતું સારું હોવા છતાં પબ્લિકની ભીડ જે દેખાય છે તેમાં વધારે અમદાવાદ, ગાંધીનગરની વધારે હોય છે. ત્યારં બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને RC ફળદુ હાજર હોય તો પબ્લિક દેખાય તેમાં સૌરાસ્ટ્રની પબ્લિકની સંખ્યા વધારે જોવાય છે ડે.મુખ્યમંત્રીને ત્યાં મેહાણી થી લઈને હાલને ભાઈ વાળી ચાઈલને (સુરતી) તેમ તમામ પબ્લિકોનો મેળાવડો જોવા મળે છે. સૌથી વધારે સમય ફાળવતા હોય અને પબ્લિકના પ્રશ્નને વાંચા આપતા હોય તો પ્રથમ ક્રમાંકે નિતિન પટેલ આવે તેમાં બેમત નથી, 2018 માં પણ કામમાં વ્યસ્ત એવા ડે.મુખ્યમંત્રી ચેમ્પિયન બન્યા હતા અને 2019 ડિસેમ્બરમાં તેમનો ઘોડો પ્રથમ ક્રમાંકે પવન ની જેમ પ્રજાના પ્રશ્ને પ્રથમ ક્રમાંકે ઊડી રહ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં સૌથી વધારે ભીડ અને સમય ફાળવતા હોય તો બીજા ક્રમાંકે પ્રદિપસિંહ જાડેજા આવે છે. સૌથી વધારે અરજદારોને મળવાનો રેકોર્ડ અને સચિવાલયમાં પાસ કઢાવવા લોકો આવે એટલે ગૃહમંત્રીનું નામ ઉપર જ સૌથી વધુ મહોર રાજ્યકક્ષામાં પ્રથમ ક્રમાંકે તથા સૌ મંત્રીઓમાં વધારે તમામમાં બીજા ક્રમાંકે આવે છે. ત્યારબાદ રાજ્ય કક્ષામાં જયદ્રથસિંહ પરમારને ત્યાં ભીડ જોવા મળે છે. હરહંમેશા હસતો ચહેરો અને મોજમાં રહેવાનું અને આવનારાને પણ મોજમાં રાખવાનું તે તેમનો ઉદ્દેશ હોય તેમ સોમથી બુધ અને વધારે ગુરુવાર સુધી હાજર જ હોય છે. અધિકારીઓ પર પકઠડ પણ સારી ધરાવતા અને હસતા ચહેરામાં તમામ કામનું માર્મિક અધિકારીઓ પણ સમજી જાય તેમાં બેમત નથી, જયદ્રથસિંહ પરમારે પણ ઉચ્ચ કક્ષાએ આવેલી સૂચનાનો ચુસ્તપણે અમલ કરીને પ્રજાના કામ કરી રહ્યા છે, અને હાજર પણ રહે છે. પોતાના મત વિસ્તારમાં જોવા જઈએ તો મોટાભાગે ટ્રાયબલ વિસ્તાર પણ એટલો જ છે. ત્યારે તેમના મત વિસ્તારમાંથી આવેલ અરજદારને તમામ રહેવા જમવાની વ્યવસ્થા પણ તુરંત સ્ટાફ ખડેપગે રહીને કરી આપે છે. અને ગાડી જતી હોય તો અરજદારને પોતાની ગાડીમાં આમંત્રી લઇપણ જાય તેમાં બેમત નથી, ત્યારે જયદ્રથસિંહ પોતે મોટાભાગના મતદાતાઓ અને તેમની સ્થિતિ પરિસ્થિતિ ને ઓળખે છે. એટલે કહે પણ ખરા ભાડું છે, અહિયાં સુધી શુ કામ ભાડું ખર્ચીને આવ્યા? તેવો પ્રશ્ન કરે ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ જાડેજા( હુકુભા) ને ત્યાં રાજ્યકક્ષાના મંત્રી હોય ત્યાં પબ્લિકની ભીડ હોય છે. ત્યારે હકુભા હર હંમેશા શાંત સ્વભાવના અને અરજદારને સાંભળીને તુરંત જ કામ થાય અને વારંવાર અહીંયા સચિવાલય સુધી લાંબા ન થવું પડે તે તેમનો ધ્યેય પણ છે. ત્યારે સ્વર્ણિમ શંકુલ-2 માં બાપુઓનો પ્રજાપ્રેમ કહો કે પ્રજાલક્ષી કર્યો કહોકે બાપુનો દરબાર તેમ જોવા જઈએ તો મંગળવારનાં રોજ પાડેલ ફોટોમાં રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજાને ત્યાં પબ્લિકની ભીડ જોવા મળતી હોય છે, અને આ ભીડ મંગળવારના ફોટોની છે ત્યારે બુધવાર નાં રોજ કેબીનેટની બેઠકમાં હાજર રહીને બારોબાર અથવાતો ઓફિસે કલાકમાં વટટી સટટી થઇ જતા મંત્રીઓને તગેડી મૂકવા જોઈએ તેવું લોક લાગણી અને માગણી ધરમના ધક્કા ખાતા અરજદારોમાં પ્રબળ ઉઠવા પામી છે.
મંત્રી બનવા માટે અનેક ભલામણો થી લઈને અનેક નેતાઓની પગચંપી કર્યા બાદ મંત્રીપદ મળ્યા પછી પ્રજાના કામો માં હાજર જ ન રહેતા હોય તો મંત્રી શું કામના? ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા પ્રદેશકક્ષાએ કડક સુચના આપવા છતાં હાજર ન રહેતા અને કામ ન કરતા મંત્રીઓને તગેડી મૂકવાની જરૂર છે અને ચકાસણી કરવી હોય તો દરેક મંત્રી ગાંધીનગરમાં ઓફિસમાં કેટલી વાર બેઠા? ક્યારે આવ્યા? તે તપાસવામાં આવે તો અડધો અડધ થી વધારે મંત્રીઓ બોલ્ડ થઈ જાય તેમ છે ત્યારે મંત્રીઓ બનવા અનેક લોકો થનગની રહ્યા છે ત્યારે પ્રજાના કામ ન કરતા હોય અને હાજર ન રહી ને હાજરી ન આપી શકતા હોય તો પાર્ટી પક્ષને જે નુકસાન થઈ રહ્યું છે અને ભાજપનો જે ગ્રાફ નીચે સરકી રહ્યો છે. તેનું મૂળ કારણ આ છે ત્યારે ધરમના ધક્કા ખાતા અરજદારો સચિવાલય સુધી અને મંત્રીઓ હાજર ન રહે અને મળે નહીં તો ક્યાં જવું?
મુખ્યમંત્રી હાજર હોય તો ભારેખમ ભીડ હોય છે. પણ મુખ્યમંત્રીની અનેક જવાબદારી હોવાથી ઘણીવાર ન પણ મળી શકે, પણ હા, હાજર હોયતો પબ્લિકનો ટેમ્પો દેખાય છે. |
ડે.મુખ્યમંત્રી નિતીનપટેલ ને ત્યાં બારે મેઘખાંગા હોય તેમ પબ્લિકની ભીડ અને જમાવટ કેરેલી છે, કારણ કે કામ થાય છે, સાંભળે છે એટ્લે અઠવાડિયામાં 4 થી 5 દિવસ અચુક હાજર રહેવાનુ. |
રાજયકક્ષામાં બીજા ક્રમાંકે સૌથી વધારે પબ્લિક અને સૌથી વધારે અરજદારોને મળતા હોય તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પબ્લિકની ભીડનો ટેમ્પો હાઉસફુલ જમાવેલો જોવા મળે છે. |
રાજ્યકક્ષામાં જયદ્રથસિંહ પરમાર પોતે માયાળું સ્વભાવ અને લેબલ બાપુનું પણ ભોલે શંકરનો સ્વભાવ, ભોળાના ભગવાન હોય તેમ આ મંત્રીને ત્યાં ભીડ જોવા મળે છે |
ધર્મેન્દ્રસિંહ જાડેજા (હૂકુભા) પોતે મંત્રી હોવાથી સૌરાસ્ટ્ર લોબી ની સંખ્યા જોવામળે છે. ત્યારે શાંત સ્વભાવના આ મંત્રીને ત્યાં રાજકોટ થી લઈને જામનગર, જુનાગઢનો ટેમ્પો જળવાયેલો હોય છે. |
કૌશિક પટેલના ત્યાં ભીડ જોવા મળે છે. પણ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની વધારે, હા,પણ સમય ફાળવીને તમામને સાંભળે છે. તે માં બેમત નથી. |
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર હોય તો ભીડ જોવા મળે છે. બાકી અઠવાડિયામાં 3 દિવસ અચુક ફાળવવા પ્રયત્ન કરે છે. |
ઈશ્વરસિંહ પરમાર હાજર હોય એટ્લે ડે.મુખ્યમંત્રીને ત્યાં પણ બેસવાની તકલીફ પડે, ભીડ સૌથી OBC,ST,SC સમાજની વધારે હોય છે, આ એક મંત્રી એવો છે જે અરજદારને શાંતિથી સાંભળીને પ્રશ્નનું સોલ્યુશન લાવે છે. |
RC ફળદુને ત્યાં સૌરાસ્ટ્ર લોબીનો દબદબો તેમાં ખેડુતોની સંખ્યા વધારે આવતી હોય છે, પણ અધિકારી ઉપર RC ફળદુની જે જોઈએ તેવી પક્ક્ડ નથી, હ, ખેડૂતો અને કૃષિ માટે ભારે મેહનત કરી રહ્યા છે. |
ત્યારે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લાપંચાયતો, તાલુકા પંચાયતોમાં પણ હાજર રહેવાની પાર્ટી પક્ષની સૂચના હોવા છતાં પણ હોદેદારો હાજર ન રહેતા પાલિકાઓમાં પણ કાગડા ઉડતા હોય છે, ત્યારે ગાં.મનપામાં ડે.મેયર નાઝાભાઈ ધાંધરને ત્યાં હાઉસફુલ હોય તેમ પબ્લિકનો ભીડનો ટેમ્પો જોવા મળે છે. પબ્લિકની …પણ પોતાના ખર્ચ અને મહાનગરપાલિકાનો પગાર, ભથ્થા, ન લઈને તમામ નાણાં સરકારી શાળામાં ભણતી વિધાર્થિનીયો માટે આપીને એક મિસાલ પૂરી પડી છે, અને સરકારી વાહન પણ ન વાપરીને પોતાનું વાહનનો ઉપયોગકારીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે જે કામો પ્રજાના થવા જોઈએ તે થતાં હોવાથી અહિયાં સુધી પ્રજા આવતી હશે ને તેવો તેમનો માર્મિક ત હોય છે.
ડે.મેયર નાઝાભાઈ ધાંધરને ત્યાં પણ પબ્લિકનો ટેમ્પો જળવાયેલો છે. ત્યારે પ્રજાના કામો કરવા સવારે 10 થી 2 સુધીમાં આવીને પ્રજાના પ્રશ્નોને પ્રથમ વાંચા આપી રહ્યા છે. જે તસવીરમાં જોઈ શકાય છે. |
સચિવાલય સંકૂલ-2માં મંત્રીઓ હાજર ન રહેતા આખે આખી લોબિયોમાં ખિસકોલા અને કાગડા ઊડી રહ્યા છે. જ્યારે જે મંત્રીઓ હાજર ન રહેતા હોય અને પ્રજાના કામ ન કરી શકતા હોયતો પક્ષે ગંભીરતાથી આ મંત્રીઓને બદલવાની જરૂર છે. |
àપ્રજાના પ્રશ્નોને વાંચા તો આપવાની વાત તો દૂર રહી, પણ હાજર જ ન રહે તો પ્રજા જાય ક્યાં? 200 થી 500 કી.મી દૂરથી આવતા અરજદારોને ધરમનો ધક્કો પડે ત્યારે શું સ્થિતિ થાય તે મંત્રીઓએ સમજવાની જરૂર છે.
àવડાપ્રધાન થી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશો હોવા છતાં માંડ અઠવાડિયામાં એક દિવસ આવીને બે કલાકમાં પલાયન થઈ જતાં હોય તો પ્રજાના કામ ક્યાંથી થાય? હાજર ન રહી શકતા હોય તો આવા મંત્રીઓને તગેડીને બીજાને ચાન્સ આપવા પણ લોકોમાં ચર્ચા. àસ્વર્ણિમ સંકુલ-2 માં ત્રણ બાપુ નો દબદબો ત્રણે બાપુને ત્યાં ભીડ àમુખ્યમંત્રી હાજરન હોય તો ડે. મુખ્યમંત્રી નીતિન પટેલ ભાર લઈને ફરતા જ હોય છે. અસ્સલ મેંહાણી ભાષામાં કોડા છાપ નેતા એવા નીતિન પટેલને ત્યાં કામ થશે તેવી આશાએ 3 કલાક પણ બેસીને રજૂઆત કરીને પછી જ અરજદારો જતા હોય છે. àગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ત્યાં રાજ્ય કક્ષામાં બીજા ક્રમાંકે આ મંત્રી આવે છે. બાકી અઠવાડિયામાં પાંચ દિવસ અચુક આમંત્રી મળે જ, તેમાં બેમત નથી, કોઠાસૂઝ થી લઈને પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન ઝડપથી લાવે જેથી ભીડ જોવા મળે છે. àજયદ્રથસિંહ પરમાર શિવના ભક્ત અને પ્રજાના પણ ભગ એવા હરહંમેશા બાપુ હોવા છતાં ચહેરો ભોળાશંકર અને હસતો ચહેરો કોઈને ટેન્શન હોય અને દિવસ ખરાબ ગયો હોય તો બાપુને જોઈલો ગમે તેવો ગુસ્સાનો ટાઢા પાડી દે તેવા જ યદ્રથસિંહ ભોળા શંકર, હા, તેમને ત્યાં પબ્લિકનો ટેમ્પો પાવરફુલ જળવાયેલો હોય છે. પ્રજાના કામો અને ઉચ્ચકક્ષાએ પાર્ટીના આદેશનું પાલન કરનાર ચુસ્ત આ મંત્રી ત્રણથી ચાર દિવસ હાજર રહે છે |