રાજ્યમાં વરસાદની સ્થિતિને કારણે ઠેર ઠેર બીમારીના ખાટલા ઘરે ઘરે જાેવા મળી રહ્યા છે ત્યારે GJ-18 ખાતેના માણસાના પૂર્વ ધારાસભ્ય એવા બાબુજી ઠાકોરની કડવો અનુભવ થયો હતો તેમાં માણસા સિવિલ ખાતે પોતે પોતાનો બ્લડ પ્રેશર માપવા ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર તેમની પત્ની સાથે ગપગોળા મારી રહ્યા હતા ત્યારે સાંજે શું જમવાનું બનાવવું વહેલા આવજાે તેવી વાતો ચાલતી હતી ત્યારે દર્દીએ રંગમાં ભંગ કર્યો હોય તે કોમનમેન એવા બાબુજી ઠાકોર પોતે પોતાનું બ્લડપ્રેશર માપવા ડોક્ટર પાસે આવતા ડોક્ટરે જણાવેલ કે હું ફોન પર વાત કરું છું સમય લાગશે બહાર બેસો ત્યારે પૂર્વ ધારાસભ્યને આવો અડધુત જવાબ મળતો હોય તો સામાન્ય નાગરિકનું શું? જવાબ તંત્ર આપતું હશે તેનો આ નમૂનો છે. માણસા સુપ્રીટેન્ડન પણ સિવિલમાં ધ્યાન નહિ આપતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે ત્યારે જનરલ હોસ્પિટલ માં સ્ટાફ દ્વારા એકટીવા અંદર મૂકી દે છે જે તસવીરોમાં જાેઈ શકાય છે સિવિલમાં વાહન પાર્કિંગ હોવા છતાં વાહન દવાખાનાની અંદર મૂકવું છે ત્યારે બોર્ડ મારેલું છે કે વિલ ચેર વીલ ચેર તો દેખાતી નથી પણ દવાના બોક્ષો ત્યાં મુકેલા છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પોતે આ હોસ્પિટલની અચાનક મુલાકાત લેવાની જરૂર છે.
GJ-18 માણસા ખાતેની સિવિલમાં તુનમીજાજી ડોક્ટર કોણ પૂર્વ ધારાસભ્યોને બેસવાનું કહે તો સામાન્ય નાગરિકને શું જવાબ આપતા હશે?