GJ-18 ખાતે અનેક સરકારી આવાસો છે,ત્યારે ઘણાજ આવાસો પાડી દેવામાં આવ્યા છે, અને ઘણાજ આવાસો રીનોવેશન ચાલી રહ્યું છે,ત્યારે ઘણાજ સેક્ટરોમાં જે મકાનો જર્જરીત થઇ ગયા છે, તેને પાડી દેવા માટે નોટીસો તો આપી છે, પણ મોટા બોર્ડ ભયજનકના લગાવ્યા છે. ત્યારે મોટા ભાગના મકાનો ખાલી થઇ ગયા છે, અને જે મકાનો કાર્યરત છે, તેને નોટીસ આપ્યા બાદ બીજી જગ્યાએ મકાન ફાળવણી તો કરી દેવામાં આવી છે, પરંતુ ત્યાં પણ રીપેરીંગ, અને રીનોવેશન ચાલતું હોવાથી હુંકમમાં જણાવેલ છે, કે જે જગ્યાએ મકાન ફાળવ્યું છે,તેનું કામ પૂર્ણ થાય પછી કબજાે મેળવવો, ત્યારે સે-૧૭ ખાતે આવેલી ACB કચેરી પણ ભયજનક મકાનમાં બેઠી છે, તેની દિવાલની પાછળ મોટું બોર્ડ મારેલું છે, કે આ બિલ્ડીંગ ભયજનક છે, તો પછી તત્કાલીક ખાલી કેમ નથી કરાવવામાં આવતી, ત્યારે ACB ના કર્મચારીઓ પણ અહીંયા બેસીને ફફડાત અનુભવી રહ્યા છે.
સરકારી મકાનોમાં ભયજનકના પાટીયા અનેક જગ્યાએ લગાવ્યા છતાં ઘણા જાેખમ ખેડીને પણ રહે છે, ત્યારે આ મકાનોમાં રહેતા કર્મચારી, તથા જે કચેરી કાર્યરત છે, તે કેટલું જાેખમ ખેડી રહી છે, ત્યારે શું? બિલ્ડીંગ પડશે ત્યારે તંત્ર જાગશે?