GJ-18 મનપા દ્વારા સીટીબસ શરૂ કરવામાં આવી છે, ત્યારે વરસાદી માહોલ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડ્યા છે. ત્યારે પથિકા-ધમાસણા-કલોલની સીટીબસ આજરોજ ખ-૬ સર્કલ પાસે, મોટો ભુવો પડતા સીટી બસ ભુવામાં ફસાઇ ગઇ હતી, ત્યારે પાછળની સીટમાં બેઠેલ મુસાફરને પણ એકદમ ખાડામાં ધબાકો થતાં ઇજા થઇ હતી, ત્યારે મુસાફરો અટવાઇ ગયા હતા, ડ્રાઇવર દ્વારા બસ કાઢવા કરેલ પ્રયત્ન નીરર્થક નીવડ્યો હતો.શહેરમાં ભુવા, ખાડાઓનું રાજ થઇ ગયું હોવાથી ગમે ત્યારે ગાડી, વાહન ધબાકો થઇ જાય છે, ત્યારે સીટીબસ આજે ધબાકો થઇ ગયો હોય તેમ ફસાઇ ગઇ હતી.