આંબાવાડીમાં એલીમેન્ટ સાનવ ફ્લેટની સ્કીમમાં છેતરપીંડીના ગુનામાં કંપનીના ડીરેકટર સૌરીન પંચાલની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી સૌરીન મહેન્દ્રભાઇ પંચાલ

ફરિયાદીએ દોઢ કરોડની રકમ ચૂકવી હતી : ર્ડીરેકટરની અન્ય કોઇ સ્કિમોમાં બીજા કોઇ ઇસમો ભોગ બનેલ છે કે કેમ તે દિશામાં આરોપીની વધુ પુછપરછ પો.ઇ. એન.એલ.દેસાઇ કરી રહેલ છે.

અમદાવાદ

એપ્ટસ ઇન્ફા પ્રોજેક્ટ કંપનીની આંબાવાડી ખાતેની એલીમેન્ટ સાનવ નામની ફ્લેટની સ્કીમમાં ફરીયાદી શીરીષભાઇ પરષોતમદાસ શાહે ફ્લેટ નં.૨૦૧ તા. ૦૧/૧૦/૨૦૧૯ ના રોજ બુક કરાવેલ અને આ સ્કિમ તેઓ એક વર્ષમાં પુરી કરી ફ્લેટનુ પઝેશન આપશે તેવુ નક્કી થયેલ અને આ ફ્લેટ પેટે RTGSથી કુલ રૂ. ૧,૪૦,૦૦,૦૦૦ની રકમ કંપનીના ર્ડીરેકટર સૌરીન મહેન્દ્રભાઇ પંચાલ ને ચુકવી આપ્યા હતા. અને આ ફલેટ અંગે કંપની તરફથી તા-૩૦/૦૯/૨૦૨૦ ના રોજ ફરીયાદીને વેચાણ બાનાખત એપ્ટસ ઇન્ફ્રા પ્રોજેક્ટ એલ.એલ.પી. ના ઓથોરાઇઝ સીગ્નેચરી તરીકે રજીસ્ટર્ડ કરી આપ્યો હતો. ફરિયાદી પાસેથી નાણા લીધા બાદ આ ફ્લેટનો કબ્જો આપેલ નહી અને ફરીયાદીની જાણ બહાર કંપનીના ડીરેકટર સૌરીન મહેન્દ્રભાઇ પંચાલે ઉપરોકત બાનખત ફરીયાદીની ખોટી સહીઓ તથા અંગુઠાઓ કરી પોતાની રીતે કેન્સલ કરાવી દીધી હતો અને પોતાની સ્કિમોમાં લીંગલનું કામ સંભાળતા આ કામના સહ આરોપી વિઠ્ઠલભાઇ ચીમનભાઇ પટેલ તથા તેમના પત્નિ મલિકાબેન વિઠ્ઠલભાઇ પટેલને બાનાખત કરી આપ્યા હતા.આ રીતે ફરીયાદી સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત થયેલ હોય ફરીયાદી શીરીષભાઇ પરષોતમદાસ શાહે તા.૧૪/૦૫/૨૦૨૨ ના રોજ ક્રાઇમબ્રાન્ચ ખાતે લેખીત ફરીયાદ આપતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧૨૦(બી) મુજબનો ગુનો દાખલ થયો હતો . આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઇ કરી રહ્યા છે.આરોપી સૌરીન લાંબા સમયથી નાસતો ફરતો હતો જેને ઇસ્કોન આંબલી રોડ ડબલ ટ્રી હિલ્ટોન હોટલ ખાતે હોવાની માહિતી મળતા હોટલમાં જઈ પોલીસે તા.૨૩/૦૮/૨૦૨૨ ના રોજ ધરપકડ કરી હતી અને નામદાર કોર્ટમાં રજુ કરતા તા.૨૬/૦૮/૨૦૨૨ ના ત્રણ વાગ્યા સુધીના રીમાન્ડ મળ્યા છે.

સેન્ટ્રલ પાર્ક સ્કિમમાં પણ ફલેટ નં-૭૦૧ પેટે રૂ.૩,૦૭,૦૦,૦૦૦/-ની રકમ મેળવી પ્રિયંકાબેન દેસાઇને ફ્લેટ નહીં આપી છેતરપીંડી કરી હતી. ફરીયાદી હિરેન અશોકભાઇ કપાસીયાવાલાએ એલીસબ્રિજ પો.સ્ટે. ખાતે ઈપીકો કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં હાલના આરોપી વોન્ટેડ છે. આ સિવાય આ ર્ડીરેકટરની અન્ય કોઇ સ્કિમોમાં બીજા કોઇ ઇસમો આ રીતે ભોગ બનેલ છે કે કેમ તે દિશામાં આરોપીની વધુ પુછપરછ પો.ઇ. એન.એલ.દેસાઇ કરી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com