ગુજરાતનું કહેવાતું પાટનગરમાં પરિપત્રો, ઓર્ડરો, હુકમો બધું જ અહીંથી થાય પણ છટકબારી અને પૈસા બચાવવામાં ઘણીવાર ફાળિયું પણ જતું રહે, ત્યારે GJ-18 નું હાર્દસમું ગળા તું મીના બજાર ખાતે રાત્રે તસ્કરો ત્રાટક્યા, અને ૧.૨૦ હજાર જેટલો માલ વેપારીઓનો સપાચટ થઈ ગયો, ત્યારે ત્રણ વેપારીઓને ત્યાં રાત્રે તસ્કરો ત્રાટકતા સવારે વેપારીઓ દુકાન ખોલતા જ તમામના તાળા તૂટી ગયા હતા.
પ્રાત વિગતો અનુસાર GJ-18 એવા મીના બજાર ખાતે હોઝીયરી વેપારી, બુટ ચંપલ ,બેલ્ટના વેપારીને ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા, ત્યારે હોઝીયરીનો વેપાર કરતાં વિનોદભાઈ બીજલભાઇ રાઠોડ ને ત્યાં હોંઝીયરીનો સામાન આશરે ૮૦,૦૦૦ નું ગલ્લો સપાચટ તસ્કરો કરી ગયા છે, ત્યારે બીજા વેપારી સંજય ચંદુલાલ મહેતા ને ત્યાં બુટ ચંપલ ૧૦ થી ૧૫ હજારનો માલ ગયો છે, ત્રીજા વેપારી સંજય સિંહ વાઘેલા ને ત્યાંથી બેલ્ટની ચોરી આશરે ૧૦ થી ૧૫ હજારની થવા પામી છે, મીના બજારમાં પહેલા સિક્યુરિટી વેપારીઓ દ્વારા સ્વખર્ચે મૂકવામાં આવી હતી, પણ ઘણા વેપારીઓ પૈસા ન આપતા છેવટે સિક્યુરિટી ન રાખતા ચોરીને મોકળુ મેદાન મળી ગયું હતું હવે ચોરો તસ્કરો ઘર ભાળી ગયા હોય તેમ હવે ચોરીના બનાવો વધે તો નવાઈ નહીં, કારણ કે સિક્યુરિટી તથા કેમેરા રાખવા જરૂરી છે બાકી મીના બજારથી સેક્ટર -૨૧ પોલીસ સ્ટેશન અડધો કિમી જ છે. ત્યારે GJ-18 ખાતે રોજબરોજ સરધરા, યાત્રાઓ એટલી આવે છે કે પોલીસ કઈ રીતે કામ કરે ત્યારે હવે વેપારીઓ દ્વારા આ મુદ્દે ગંભીરતા લેવાની જરૂર છે,