ગાંધીનગર કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી અને પશુ પાલકોની સાંઠગાંઠ હોવાના નેટવર્કનો એસીબીએ પર્દાફાશ કરી બે કર્મચારીને લાંચ લેતા ઝડપી લેવાયા છે. ત્યારે આજે અખબાર ભવન વિસ્તારમાં રખડતા પશુઓને પકડવાની જગ્યાએ ગાડી પાછળ દોડાવીને ભગાડી દેવાનું ષડ્યંત્ર ચાલતું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ પશુઓને ભગાડવામાં આવતાં રઘવાયેલી થયેલી ગાયોએ અખબાર ભવનના કર્મચારીને એક્ટિવા સાથે અડફેટે લેતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ગાંધીનગરમાં રખડતાં પશુઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી મુક્ત મને શહેરને ઘમરોળી રહ્યા છે. સવાર પડતાં જ ગાંધીનગરમાં જાહેર અને આંતરિક માર્ગો ઉપર રખડતા ઢોરોનો મેળાવડો જામતો હોવાથી નગરજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી અને પશુ પાલકો વચ્ચે સાંઠગાંઠ હોવાનું એસીબીની ટ્રેપમાં બહાર આવ્યું છે. તેમ છતાં ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ સુધારવાનું નામ લેતા નથી.આજે ઢોર પકડ પાર્ટી અખબાર ભવન વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે વાહનો સાથે પહોંચી ગઈ હતી. જાે કે ઢોર પકડવાની શરૂઆત કરતાં પહેલાં માર્ગો પર રખડતા ઢોરોની પાછળ ગાડી દોડાવીને ગાયોને ભગાડી દેવાની પેરવી શરૂ કરી દઈ આડકતરી રીતે પશુ પાલકો સાથે સાંઠગાંઠ હોવાનો પુરાવો ઢોર પકડ પાર્ટી આપી રહી હતી.અચાનક ગાડી પાછળ દોડવાના કારણે અત્રેના વિસ્તારમાં રખડતી ગાયો રઘવાયી થઈ હતી અને ગભરાઈને માર્ગો ઉપર દોડવા લાગી હતી. જેનાં કારણે અહીંના માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેમ છતાં ઢોર પકડ પાર્ટીની ગાડીએ ગાયોનો પીછો છોડ્યો ન હતો.
ઢોર પક્કડપાર્ટી એટલે ભ્રષ્ટ્રાચારનું ભોસીંગ બની ગઇ છે, ત્યારે હવે ઢોરોને દોડાવીને પકડવાના નહીં, પણ ભાગી જાય તે માટેનો પ્રયત્ન બાદમાં ભલેને અડફેટે પ્રજાને લે, ત્યારે આ મુદ્દે ત્યારે અખબાર ભવન ખાતે ધમાસણ થયું હતું, ત્યારે ઢોરોના ડોક્ટર દ્વારા આ મુદ્દે જે ઇજા થઇ હોય તો પૈસા બોલો, આપીદઉં, માફી પત્ર નહીં લખીએ, ત્યારે ભ્રષ્ટ્રાચાર તંત્ર માફીપત્ર લખે તો કોન્ટ્રાક્ટર સાથેનું શેટીંગ ડોડ કોમ બંધ થઇ જાય અને ઢોર પકડવાનો જે કોન્ટ્રાક્ટર મળ્યો છે, જે કંપની બ્લેકલીસ્ટ થાય, એટલે કોન્ટ્રાક્ટરને બચાવવા ડોક્ટર મેદાને ઉતર્યા, ત્યારે ગઇ કાલે છઝ્રમ્ ની ઝપટે આ શાખા ચઢી છે, બાકી મોટા બાગડબીલ્લાઓ હજુ બાકી છે,