ગુજરાતમાં વર્ષોથી નોકરી ધંધો કરતા હોય પણ ઘણીવાર માથાભારે બહારથી આવેલા વેપારીઓ સરકારી જગ્યામાં અડીંગો જમાવીને દાદાગીરી કરતા હોય છે ત્યારે એક નાના શ્રમજીવી અને અંગ (દિવ્યાંગ) તથા સિનિયર સિટીઝન ની ધમકી આપતા આ શ્રમજીવી ડગાઈ ગયો હતા, અને પોલીસને રજૂઆત કરતા પોલીસે સારું તપાસ કરું તું કહીને તગડી મુકતા આખરે ડેપ્યુટી મેયરની ઓફિસે સવારના ૦૯ઃ૦૦ વાગ્યાના આવીને બેસી ગયા હતા, આખરે ડેપ્યુટી મેયરના કારણે તેમને ન્યાય મળ્યો.વિગતો અનુસાર સેક્ટર-૨ પાસે આવેલા ઘ-૦ થી ચ-૦ તરફ જતા શ્રમજીવી પરિવાર પોતે સૌરાષ્ટ્રથી રસનો કોબો ચલાવતું હતું પોતે સિનિયર સિટીઝન તથા આંખોથી દેખાતું નથી, ત્યારે સીઝન પૂર્ણ થતા પોતે પકોડી નો ધંધો શરૂ કરતાં બીજાે વેપારી દ્વારા પકોડીનો ધંધો કેમ શરૂ કર્યો ? તેમ કહીને ધંધો બંધ કરી દેજાે, અને તમારા ઉલાળીયા કરી દઈશ તેમ કહીને ધમકી આપતા આ સિનિયર સિટીઝન દંપતિએ બે દિવસ ધંધો બંધ રાખીને અનેક જગ્યાએ રજૂઆત કરી ત્યારે કોઈક વ્યક્તિ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને મળવા અને રજૂઆત કરવા જણાવેલ, જેથી આ દંપતી ડેપ્યુટી મેયરની ઓફિસે સવારે ૯ઃ૦૦ વાગ્યાના આવીને બેસી ગયા હતા ત્યારે ડેપ્યુટી મેયર ૧૧ વાગ્યે આવતા આવતા દંપતીએ પોતાની રજૂઆત કરેલ, અને જણાવેલ કે મને દેખાતું નથી આ રોજગારી સિવાય મોટો કોઈ વિકલ્પ નથી, હું રસનો ગોગો ચલાવતો હતો હવે સીઝન પૂર્ણ થતા પકોડી નો ધંધો શરૂ કરતા બહારથી આવેલ તત્વો દ્વારા મને ધમકી મળી રહેલ છે ત્યારે ડેપ્યુટી મે ભારે ઉકડ્યા હતા અને તેમણે પોલીસ સ્ટેશન ફોન કરીને આ દંપતીને ન્યાય અપાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને રચના આપી હતી, ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે જણાવેલ કે હવે ધમકી આપે તો મને ફોન કરજાે હું રૂબરૂ આવીશ, ત્યારે ડેપ્યુટી મેયર દ્વારા કરેલ દબંગગીરીની ચર્ચા જાેર ચાલી હતી,
ડે.મેયર પ્રેમલસિંહ ગોલની ઓફીસે આ દંપતીએ રજુઆત કરીને રડવા લાગ્યા હતા, અને જણાવેલ કે, હું દીવ્યાંગ છું, મને દેખાતું નથી, હું રસનો કોલો ચલાવતો હતો, હવે પકોડીની લારી કરી છે, તો બીજાે વેપારી આ બંધ કરી દે, અને હટાવી દેવાની તથા ઉલાળી દેવાની ધમકી આપતાં અમને મદદ કરો તેમ ડે.મેયરને વિનંતી કરી હતી,
ડે.મેયર દિવ્યાંગના પ્રશ્ને ગંભીર બનીને પો.સ્ટે ફોન કરીને ત્વરીત આ પ્રશ્નને હાથ ઉપર લેવા જણાવેલ, ત્યારે ડે. મેયર દ્વારા દંપતીને જણાવેલ કે, હવે પછી ધમકી આપે તો આ લો આઇકાર્ડ, મને ફોન કરજાે, હું ત્યાં આવીને બેસીશ,