મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશચતુર્થી પર્વની પ્રજાજનોને શુભકામના અને સંવત્સરી પર્વ પ્રસંગે “મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા

Spread the love

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.અને જૈન અને જૈનેતર નાગરિક ભાઇ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે “મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.

વિધ્નહર્તા ભગવાન ગણેશજીનું આ પર્વ, હરેક પ્રકારના વિધ્નો-સંકટો નિવારીને, ગુજરાતને પ્રગતિશીલ-વિકસીત, સુખી-સમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી શુભેચ્છા મુખ્યમંત્રીએ આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.

પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્યૂષણ પર્વ, સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે. મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુક્કડમ પણ પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com