GJ-18 મનપા દ્વારા અંબજાે રૂપિયાનું બજેટ, અને કેન્દ્ર સરકાર વિકાસ માટે ચાર હાથે ગ્રાંન્ટો ફાળવી રહી છે, ત્યારે પૈસા ક્યાં વાપરવા તે ખબર પડતી નથી, ત્યારે GJ-18 ખાતેના ભાઇજીપુરા (પાટીયા) પાસે ભાજપના વિષ્ણુજી ઠાકોર દ્વારા અંબાજી જતા પદયાત્રીકો માટે સેવા કેન્દ્ર આવે છે. ત્યારે આ સેવાકેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો સેવા કરવા આવે છે, અને સૌથી વદારે સગવડ ભર્યું. આ જગ્યા હોવાથી યાત્રિકોનો પણ મોટો ઘસારો રહે છે, ત્યારે વિષ્ણુજી ઠાકોર દ્વારા મનપાના ચેરમેન જશુ પટેલને સેવા માટે સૌચાલયવાન ફાળવવા વિનંતી કરતાં વાન તો ફાળવી દીધી, પણ મોટાભાગની લીકેજ આવેલ, જેથઈ તમામ સૌચાલયવાન પાછી મોકલવી પડી હતી,
મનપા દ્વારા હમણાં સુત્રો દ્વારા મળેલ માહીતનુસાર અંબાજી ખાતે અનેક સૌચાલયોવાન ત્યાં મોકલી દેવામાં આવી છે, ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના મોજ કરે તેવો ઘાટ સર્જાયો છે,GJ-18 ખાતે અનેક જગ્યાએ સેવા કેન્દ્રો માટે છે. ત્યારે આ સેવા કેન્દ્ર માટે જે મોબાઇલવાનો ફાળવી હતી, તે લીકેજ આવતાં અનેક તર્કવિતરક થઇ રહ્યા છે. ત્યારે આંદોલન હોય ત્યાં અને હમણાં ખેડૂત આંદોલનથી લઇને ઝુપડપટ્ટીઓમાં પણ મોબાઇલવાનો ત્યાં મૂકી દેતાં અને મોટાભાગની અંબાજી ખાતે પ્રસ્થાન કરાવાતા અહીંયા અસ્થાન જેવો ઘાટ સર્જાયો છે.