ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો નહીં પણ અબજાે રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પણ જ્યારે જરૂર હોય ત્યારે એક કામ ન આવે તો શું લમણા લેવાનું ? આ પ્રશ્ન કોંગ્રેસના અંકિત બારોટ દ્વારા પૂછાયો છે. ત્યારે દસ લાખ વૃક્ષો ઉગાડવાની વાતોના વડા થાય છે, પણ દસ લાખ વૃક્ષો વાવવા જગ્યા ક્યાં ? ત્યારે GJ-18 ના સાંસદ અને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પાટનગરની હરિયાળું બનાવવા માટે મિશન મિલિયન ટ્રી અને હરિયાળુ પાટનગરની જે વાતો હતી તે ગુબ્બારા જેવી છે, વિકાસના નામે આડેધમ વૃક્ષોનું છેદન થયું, ઘણા પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે મોટી વાતો કરીને આટલા મોટી સંખ્યામાં વૃક્ષો ઉગાડવામાં આવશે, ત્યારે આ વૃક્ષો વાવવા કોઈ ગતિ થઈ છે, ખરી ?વધુમાં અંકિત દ્વારા જણાવ્યું હતું કે, ઝાડના ઉછેર માટે અને વૃક્ષોના પાંદડા ને ઢોર-ઢોખર દ્વારા કોઈ નુકસાન ન થાય તે માટે દરેક નગરસેવકની ગ્રાન્ટો માંથી ટ્રી ગાર્ડ આપવાની રજૂઆત કરી હતી જે મે મહિનામાં વરસાદ પહેલા કરેલી રજૂઆતના બાદ ટ્રીગાર્ડ વરસાદ બંધ થઈ ગયો પછી ફાળવવાની વાતો આવે છે, ખેતીનો પાક સુકાઈ ગયો અને હવે ખેડવા નીકળ્યો, ત્યારે હવે ટ્રીગાર્ડ જે નગરસેવક કે પોતાની ગ્રાન્ટમાંથી મેળવ્યા છે તેને શું વસ્તી ભેગી કરવાના, શોભાના ગાંઠિયા સન્માન રાખવાના, ત્યારે હોદ્દેદારો, પદ્ધતિઓનું આ પ્રદર્શન કે પછી આર્ટ ફિલ્મ જેવી ઘટના હોય તેમ તગલઘી ર્નિણયોથી અનેક નગરસેવકો પરેશાન છે,
ભાજપમાં ૪૧ નગર સેવકો ચૂંટાયા છે, ત્યારે ૩૪ જેટલા નગરસેવકોનો ઉહાપોહ છે, કે ટ્રીગાર્ડને હવે શું કરવાના ? આવતા ચોમાસા માટે હવે રાખો ? જેવો ઘાટ,
મનપા ભંગાર વાડો થઈ ગયો છે- અંકિત, નગર સેવકો દ્વારા વરસાદમાં છત્રી મંગાવી હોય તો શિયાળામાં આવે, રેઇનકોટ મંગાવ્યો હોય તો ઉનાળામાં , તો પછી પ્રજાના અને કેન્દ્ર સરકારના પૈસાનું પાણી જ કરવાનું,
પાંજરા બાજ પોપટના વરસાદ પછી પાંજરા આવ્યા, એ પાંજરામાં વૃક્ષોની પુરવા કે પોપટને ?
શિયાળામાં છત્રી, ઉનાળામાં રેઇનકોટ, ચોમાસામાં પતંગ જેવા મહંમદ તગલઘીના ર્નિણયો