અમદાવાદ
અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફૂટ વે બ્રીજ તૈયાર કરવામાં આવ્યો છે.જેનું ઇ લોકાર્પણ મોદીએ કર્યા બાદ બ્રિજ ની મુલાકાત લઈ ફોટો પણ પડાવ્યા હતા .અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ પર ટિકિટ દર લાગુ કર્યા બાદ માત્ર એક દિવસમાં 5 લાખથી વધુની આવક થઈ છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા અટલ વોક વે બ્રિજ પર ટીકીટ દર નક્કી કરવામાં આવ્યો હતો.જેમાં માત્ર એક જ દિવસમાં 3,63,720 રૂપિયાની આવક થઈ હતી. 12 વર્ષથી ઉપરના 105787 બાળકો મુલાકાત કરી છે. જેમાં 3,17,610 રૂપિયા આવક થઈ હતી. જ્યારે 12 વર્ષથી નાના 2883 જેટલા બાળકો મુલાકત કરી હતી. જેમાં 43,245 જેટલી આવક ઉભી થઇ છે. 191 જેટલા સિનિયર સિટીજન લોકોએ અટલ વોક વે બ્રિજની મુલાકત કરી છે.જેમાં 2865 રૂપિયા આવક થઈ હતી. માત્ર એક દિવસમાં 5 લાખથી વધુ આવક થઈ છે.અટલ બ્રિજની સાથે સાથે કોમ્બો પેક પણ રાખવામાં આવ્યા છે. જેમાં અટલ બ્રિજ અને બાજુમાં આવેલ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. આ કોમ્બો પેકેમાં કુલ 1,39,880 રૂપિયા આવક થઈ હતી. જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના 3026 બાળકોએ મુલાકાત કરી જેમાં 1,21,040 રૂપિયા આવક ઉભી થઈ છે.
137 સિનિયર સીટી મુલાકાત કરી જેમાં 2740 રૂપિયા આવક અને 12 વર્ષથી નાના 805 બાળકોએ કોમ્બો ટીકીટ ખરીદી જેમાં 16,100 રૂપિયા આવક થઇ ઉભી થઇ છે. આમ કુલ મળીને અટલ બ્રિજ અને કોમ્બો પેકેટ થકી એક જ દિવસમાં 5,03,600 આવક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઉભી થવા પામી છે.અટલ વોક વે બ્રિજ મુલાકાત લેવા માટે 12 વર્ષ નાના અને સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા જ્યારે 12 વર્ષ વધુ ઉંમર માટે 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જયારે અટલ વોક વે બ્રિજ અને ગાર્ડન બન્નેના કોમ્બો પેકેઝની ભાવની વાત કરવામાં આવે તો 12 વર્ષથી નાના અને સિનિયર સીટીઝન માટે 20 રૂપિયા અને 12 વર્ષથી પરના લોકો માટે 40 રૂપિયા ટિકિટ રાખવામા આવી છે. આ બંનેમાં વિકલાંગ માટે નિઃશુલ્કમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.