અમદાવાદ
અમદાવાદ કોર્પોરેશન નાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, પબ્લિસિટી, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ અને હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કામોને મંજૂરી આપી છે.
અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ તરીકે ઉજવવા તથા “ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ- પ્રોત્સાહન સ્પર્ધા” અન્વયે નિયત કરેલ માર્કિંગ સિસ્ટમ મુજબ નિયત કરેલ નિર્ણાયક કમિટી દ્વારા ઝોનવાઇઝ પ્રથમ નંબરે આવેલ વિજેતાઓને “લોકમાન્ય તિલક ટ્રોફી” તેમજ અન્ય પ્રોત્સાહક ઇનામો આપવાના , રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં રોડ માઈક્રોસરફેસીંગ કરવા, મ્યુ. પ્લોટોમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા, દિશા સુચક તથા સોસાયટીના સાઈન બોર્ડ લગાવવા, આર.સી.સી. રોડ બનાવવા, રોડ ગ્રાઉટીંગ લેવલે પાકા કરવા, થર્મોપ્લાસ્ટીક પેઇન્ટ, કેટ-આઈ, બોલાર્ડ, ઈનેમલ પેઈન્ટ સી.આર. બેઇઝને લગતી કામગીરી કરવા, વસ્ત્રાલ વોર્ડમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાના કામમાં ઈલેક્ટ્રિકલ, ઈ.એલ.વી.ની એસ.આઈ.ટી.સી. ની ઓપરેશન અને મેઇન્ટેન્સનનું કામ, લાલુભાઈ મોતીલાલ રેફરલ હોસ્પિટલના રીપેરીંગ અને રીસ્ટોરેશનનું કામ, પેવર બ્લોક નાંખવાનુ કામ તેમજ પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં શેલ્ટર હોમ બનાવવાના કામ માટે કુલ રૂા. ૭૫ કરોડથી વધુના કામોને મંજુરી આપવામાં આવી હતી .રોડ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તર ઝોનમાં ત્રિકમલાલ ચારરસ્તા થી સુહાના ચારરસ્તા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગુરુકુલ થી તિર્થનગર સોસાયટી સુધી તથા સ્ટર્લિંહ હોસ્પિટલ અને મહારાજ અગર્સેન સ્કુલવાળો રસ્તો તેમજ દક્ષિણ ઝોનમાં આલોક સોસાયટી થી સિદ્ધ બંગલા સુધીના ટી.પી. રોડને પ્રાયોગિક ધોરણે નવી વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તરીકે બનાવવા માટે રૂા. ૨૦ કરોડથી વધુનાં કામને ,હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલ કોમ્યુનીટી ટોઇલેટ, યુરીનલની આદર્શ સફાઇ જેવી જાહેર આરોગ્યને લગતી કામગીરી કરાવવા માટે ન્યુસન્સ ટ્રેકટર ટેન્કર અને રીક્ષા માઉન્ટેડ ટેન્કર સાથે જરૂરી સાધનો તેમજ મજુરો સાથેના બે વર્ષની મુદત માટે રૂા. ૯૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવાના કામને મંજુરી આપવામાં આવી હતી