સાતમો પગારપંચ,જુની પેન્શન યોજના સહીત ૧૪ પડતર પ્રશ્નો સાથે નાણાં મંત્રીને રજુઆત
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ (જુના સચિવાલય) દ્વારા લેખિતમાં પત્ર પાઠવીને નાણામંત્રી કોનું દેસાઈને ઉદ્દેશીને પત્ર જે પાઠ્ય છે તેમાં સાતમો પગાર પંચા જૂની પેન્શન યોજના સહિત ૧૪ પડતર પ્રશ્નો સંદર્ભે નિરાકરણ લાવવા તા.૦૨/૦૯/૨૦૨૨( શુક્રવાર ) સુધી અલ્ટીમેટમ આપ્યું છે, ત્યારબાદ જાે આ પ્રશ્નો નીવેડો નહીં આવે તો તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ અન્ય જલદ કાર્યક્રમનું યોજવાની પણ તૈયારીઓ આરંભી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.
રાજ્ય સરકારના કાર્યક્રમને સાતમા પગાર પંચ સહિતના બાકી ૧૪ પડતર પ્રશ્નો બાબતે નિરાકરણ લાવવા અગાઉ મુખ્યમંત્રીને પણ અનેકવાર મંડળ રજૂઆત કરી ચૂક્યું છે તેમ છતાં સરકાર દ્વારા ઉદાસીન વલણ અપનાવતા કર્મચારી મંડળ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં મંત્રીને પાઠવેલ પત્ર પણ બધે વાયરલ થઈ ગયો છે ત્યારે મંડળ દ્વારા સાતમો પગાર પંચના બાકી લાભો જે ૐઇછ, શિક્ષણ ભથ્થુ, વાહન ભથ્થુ વગેરે અન્ય ભથ્થાઓ સાતમા પગાર પંચ મુજબ આપવા રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેમ યોજના, ગ્રેજ્યુઇટી વધારવી, વય નિવૃત્ત ૫૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓની જેમ ૬૦ વર્ષ કરવી, જૂની પેન્શન યોજના ચાલુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણનું લાભ આપવો, રહેમરાહે નોકરી, કર્મચારીઓને પ્લોટ રહેઠાણકના ફાળવવા, નવીન ભરતી, ગ્રેડ પીએની વિસંગતા દુર કરવી થી લઈને ૧૪ મુદ્દાઓ સાથે સંકલન સમિતિ દ્વારા પ્રમુખ આર.એચ.પટેલ, અધિક મહામંત્રી દીપેશ સોલંકી અધ્યક્ષ વિષ્ણુ પટેલ, કન્વીનર પ્રદ્યુમનસિંહ વાઘેલા દ્વારા પત્ર પાઠવ્યો છે.
આંદોલનના કાર્યક્રમો નીચે મુજબ જાહેર કર્યા છે.
કમ તારીખ કાર્યક્રમની વિગત
૧ ૦૩/૦૯/૨૦૨૨ રાજ્યનાં તમામ જિલ્લા કક્ષાએ રેલી અને કલેક્ટરશ્રી ને આવેદન પત્ર
૨ ૧૧/૯/૨૦૨૨ રાજ્યના ઝોન કક્ષએ રેલી અને કલેક્ટરશ્રી ને આવેદન
૩ ૧૭/૦૯/૨૦૨૨ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અપાયેલ માસ સી.એલ. ના કાર્યક્રમ ને સમર્થન
૪ ૨૨/૦૯/૨૦૨૨ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અપાયેલ પેન ડાઉનના કાર્યક્રમ ને સમર્થન
૫ ૨૪/૦૯/૨૦૨૨ જંતર મંતર દિલ્હી મુકામે ધરણા અને દેખાવો/સુત્રોચાર અને ॅર્દ્બ ને આવેદપત્ર
૬ ૩૦/૦૯/૨૦૨૨ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અપાયેલ અચોક્કસ મુદતની હડતાલ કાર્યક્રમને સમર્થન