ગુજરાતમાં આપ પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, તે જાેતા આજરોજ GJ-18 ખાતે
૨ સપ્ટેમ્બરના રોજ ગેરંટી નોંધણી અભિયાન નો જે પ્રારંભ થઈ રહ્યો છે, તે સંદર્ભે ચર્ચા કરી હતી,
GJ-18 આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રમુખ રીનાબેન રાવલ, લોકસભા અધ્યક્ષ મુકેશ પટેલ, સંયુક્ત સચિવ સૂર્યસિંહ ડાભી દ્વારા પ્રેસ કરીને તા.૨ સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા આપ પાર્ટીના ગેરંટી નોંધણી અભિયાનની માહિતી આપી હતી.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ ઢબૂકી રહ્યા છે, ત્યારે આપ દ્વારા ઘર દીઠ ૩૦૦ વીજ યુનિટ ફ્રી, સરકારી નોકરીમાં ૧૦ લાખની બમ્પર ભરતી, પેપર લીક કૌભાંડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જાહેરાત, ગુજરાતમાં નવી આધુનિક શાળાઓ બનાવવા, શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ સોંપવામાં નહીં આવે ,તારીખો ભય મુક્ત વાતાવરણ અને રેડ રાજમાંથી મુક્તિ, વેટ નું રિફંડ છ માસમાં જમા આપવા સાથે વેપારીઓની એડવાઈઝરી બોડી બનાવવાનું વચન આપ દ્વારા આપ્યું છે.