રાજ્ય સરકારમાં પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરીને થાકેલા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટનાં કર્મચારીઓએ કેજરીવાલને પત્ર લખ્યો

Spread the love


ગુજરાત સરકાર સમક્ષ પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆતો કરીને થાકી ચૂકેલા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (પીઆઈયુ) ઈજનેર એસોસિયેશન દ્વારા હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ઘટતી કાર્યવાહી કરવા માટેની અરજ સાથે આમ આદમી પાર્ટીમાં જાેડાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગ અંતર્ગત કામ કરતા આઉટસોર્સ/કરાર આધારીત કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે સરકારમાં રજૂઆતો કરવામાં આવતો હોવા છતાં આજદિન સીમા કોઈ નિરાકરણ આવ્યું નથી. જેનાં પગલે એસોસિયેશને થાકીને આમ આદમીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને પત્ર લખીને આમ આદમી પાર્ટી સાથે જાેડાવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
ઈજનેર એસોસિયેશને અરવિંદ કેજરીવાલને ફરિયાદ કરાઈ છે કે, પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (હેલ્થ), આરોગ્ય અને પરીવાર વિભાગ, ગુજરાત સરકાર હસ્તકનાં બાંધકામ વિભાગમાં ઇજનેર તરીકે છેલ્લાં ૧૫ થી પણ વધુ વર્ષો થી આઉટસોર્સ/કરાર આધારીત કર્મચારી તરીકે ફરજાે બજાવી રહ્યા છીએ.વર્ષ-૨૦૧૫ થી પગારા વધારાની માંગણીઓ ટ્ઠહખ્તુઅ છેલ્લાં કેટલાય વર્ષોથી પગાર વધારાની ફાઇલ સરકારમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં સતત ધક્કાં ખાઇ રહી છે.
તેમજ તેઓને ઈજનેર તરીકે વર્ગ-૨ સમકક્ષ ની જવાબદારી ધરાવતી કામગીરી પેટે માસિક રૂ. ૧૮ હજારના ન્યુનતમ પગાર ચુકવવામાં આવે છે. જ્યારે સાઈટ ઉપર કામ કરતા મજુર વર્ગ કે જેની દૈનીક ન્યુનતમ આવક રૂ. ૭૦૦છે. આમ મજુર વર્ગ કરતા પણ ઓછા પગાર ધોરણ હોવા છતા અમે વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજાે બજાવી રહ્યા છીએ.કોવિડ- ૧૯ તેમજ વાવાઝોડા, પૂર જેવી કુદરતી આફતોના સમયની ગંભીર પરિસ્થિતિઓમાં પણ આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ ઊભો ન થાય તે રીતે જીવના જાેખમે રાજ્ય સરકાર હસ્તકની દરેક હોસ્પીટલમાં દિવસ-રાત માનવતા દાખવી ન્યુનતમ પગાર હોવા છતાં ૨૪ટ૭ નિષ્ઠાપૂર્વક ફરજાે બજાવવામાં આવેલ હતી. જે અંતર્ગત કોવિડ-૧૯ ના સમયગાળામાં ફરજ બજાવતા સહ-કર્મચારીઓ તેમજ કર્મચારીઓના સંપર્કમાં આવવાથી સગા-વ્હાલાને કોવિડ દરમ્યાન ફરજ બજાવતાં સંક્રમણ થતા કેટલાક કર્મચારીઓ તેમજ ઘણા કર્મચારીઓના સગા-વ્હાલા મ્રુત્યુ પામ્યા હતા.
જેમા મ્રુત્યુ પામેલ કર્મચારી કે તેઓના પરીવારના સભ્યની કોઈ પણ પ્રકારની નોંધ સરકાર તરફથી લેવામાં આવેલ નથી તેમજ વિભાગીય સહાયતા પણ કરવામાં આવેલ નથી. વધુમાં અમને પણ કાયમી કર્મચારી ગણીને કાયમી કર્મચારીઓને મળતાં લાભો અને પગાર ધોરણ તથા વિવિધ ભથ્થાઓ મળી રહે તે માટે વારંવાર સરકારમાં આજીજી ભરી વિનંતી કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી સરકાર તરફથી કોઇપણ હકારાત્મક અભિગમ દાખવવામાં આવેલ નથી. તેમજ ભવિષ્યમાં કોઇ સારૂં પરીણામ મળે તેવી કોઈ પણ સંભાવનાઓ દેખાતી નથી.અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં ૧૧ માસ કરાર આધારીત, આઉટ સોંસિંગ, રોજમદાર અને અંશકાલીન લાખો કર્મચારીઓના પ્રશ્નોના જવાબ અર્થે તા.૪/૯/૨૦૨૨ ના રોજ જાહેરસભા કરવાના છે તેમાં પી.આઇ.યુ. એન્જીનીયર્સ એસોસીએશનના તમામ ઇજનેરો જાેડાવા માંગીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com