GJ-18 કલેક્ટર કચેરી ખાતે ફરજબજાવતાં નાયબ મામલતદાર કુમાર ગઢવીએ ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટરને રાજુનામું ધરી દીધું હતું. કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં મૂકાયેલા ના.મામલતદાર દ્વારા ત્રણ જેટલા મુદ્દાઓ પર રાજુનામામાં વિગત લખી છે. ત્યારે સરકાર સરકારી કર્મચારીઓના પ્રશ્ને ઉદાસીન વલણ, કર્મચારીઓના ફક્ક અને માંગણી પ્રત્યે અરુચી ધરાવતી સરકારમાં નોકરી નહીં કરવાનો નિર્ણય લઇને કલેક્ટરને રાજીનામું ૧.૯.૨૦૨૨ ના રોજ ધરી દેતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નાયબ મામલતદાર કુમાર ગઢવીએ રાજીનામું આપતાં જ કલેક્ટર કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. રાજીનામાંને લિને અધિકારીઓ અને સહયોગી કર્મચારીઓ ડે. મામલતદાર દ્વારા રાજીનામું મૂકતા ઘણા જ લોકોએ તેમને સમજાવવા અથાગ પ્રયત્નો કરેલ હતા. જેઓ એકના બે ન થયા હતા, રાજીનામું આપ્યા બાદ કુમાર ઘડવીએ પોતાના વોટ્સ અપ ડીપીમાં આમ આદમી પાર્ટીનું સીમ્બોલ ઝાડું મૂકી દીધું હતું. આ અંગે પૃચ્છા કરતાં તેમણે જણાવેલ કે અનેક કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લિને અનેક વખત રજુઆતકો કરી ચૂક્યા છીએ. હડતાલ અથવા સમૂદાય હોય તો જ કામ થાય, પણ અને સરકારી નોકરીમાં સરકારના અકબંધ કામો રહ્યા છીએ, હડતાલ પાડીને અનેક કામો પડતર રહે તે અમારો ધ્યેય નથી, એટલે હવે હું રાજકારણ જાેઇન્ટ કરીશ, ૫ તારીખના રોજ આમ આદમી પાર્ટીમાં જાેડાઇશ