રાજ્યમાં નોકરી કરવા કર્મચારીઓમાં ઘણી વખત પરિવારની સમસ્યાઑ બીમારી, ભણતર ને લઈને અનેક સમસ્યાઓ હોય ત્યારે નોકરીથી ઘર દૂર હોવાથી બદલી કરાવતા કર્મચારીઓ પોતાની રજૂઆત કરતાં હોય છે. પણ GEBમાં જો પોતે રજૂઆત બદલીની કરવા જાય તો પગાર કાપી લેવાના કિસ્સો સામે આવ્યો છે.
શાળામાં વિદ્યાર્થીઓ માટે વાલીઓ રજૂઆત કરે તે વાત તમે સાંભળી હશે અને જોઈ પણ હશે. પણ ક્યારેય કર્મચારીઓના પરિવારજનો રજૂઆત કરે તેવી ઘટના જોઈ છે ખરી. ગાંધીનગરમાં આવું જ કંઈક થવા જઈ રહ્યું છે.
જ્યાં GEBમાં ફરજ બજાવતા કર્મચારીઓના પરિવારજનો ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરશે. નવી ભરતી પહેલા જૂના કર્મચારીઓની વતનમાં બદલી કરવાની માગ કરવામાં આવશે.
આ રજૂઆત પરિવારજનો એટલા માટે કરી રહ્યાં છે કેમ કે જો કર્મચારીઓ પોતે રજૂઆત કરવા જાય તો પગાર કાપી લેવામાં આવે છે. ત્યારે આ પ્રકારની રજૂઆત પ્રથમ વાર જોવા મળી રહી છે.