આજના યુગમાં ડિસ્પોજેબલ જમવાની ડીસ થી લઈને સેનીટરી નેપકીનોનું પણ વેચાણ અબજોમાં અંકાઇ રહ્યું છે, ત્યારે સેનેટરી ડિસ્પોજેબલ નેપકીન કેટલા ઘાતક અને કેટલા બીમારીઓ ફેલાવનારા છે, તે કોઈને ખબર છે ખરી..?
જ્યારે પણ કોઇ મહિલા ડિસ્પોજેબલ સેનિટરી નેપકિન ખરીદે છે ત્યારે તેના દિમાગમાં લાંબા સમય સુધી ચાલનાર આરામદાયક, ગામુક્ત અને સસ્તા રહેવાની બાબત રહે છે. મોટા ભાગની મહિલાઓ એ બાબતથી વાકેફ હોતી નથી કે ભારતમાં દર મહિને એક અબજ કરતા વધારે સેનિટરી પેડ સીવર, કચરાના ઢગ, ખુલ્લા મેદાનો તેમજ જળ સોર્સમાં જમા થાય છે. જે મોટા પાયે પર્યાવરમા અને આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. ભારત સરકાર જ્યાં એકબાજુ તમામ મહિલાઓ અને યુવતિઓને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ અને યુવતિઓને સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવવાની ખાતરી કરી રહી છે. હાલમાં નિષ્ણાંતોએ કહ્યુ છે કે સેનિટરી પેડના નિસ્તારરણના મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યુ છે. જે આશરે ૧૧૩૦૦૦ ટનની આસપાસ નિકળે છે.
આ સમસ્યાને ગંભીર નોંધ લેવામાં આવ્યા બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ગયા વર્ષે કેટલાક નક્કર પગલા લીધા હતા. મોદી સરકાર ગયા વર્ષે એસડબલ્યુયુએમ નિયમોને લઇને આવી હતી. જો કે આ પગલા પુરતા સાબિત થઇ રહ્યા નથી. અમેરિકાના ઉત્તરીય કેરોલિનામાં સ્થિત બિન લાભકારી સંગઠન આરટીઆઇ ઇન્ટરનેશનલના વરિષ્ઠ નિર્દેશક માઇલ્સ એલેજે કહ્યુ છે કે કેટલાક ભારતીય રાજ્ય અને શહેરોએ કચરાના નિકાલ માટે ભઠ્ઠીઓ લગાવી છે. જો કે આ બાબત મોટા પાયે નથી. તેમના કહેવા મુજબ ભારત સેનિટરી કચરાના નિકાલના મામલે ખુબ પાછળ છે. માસિક ધર્મ સ્વચ્છતા મેનેજમેન્ટ એક ઉપેક્ષિત મુદ્દા તરીકે છે. સાથે સાથે ડિસ્પોજેબલ આના સંબંધમાં કચાદ સૌથી ઉપેક્ષિત મુદ્દા તરીકે છે. ભારત સરકાર તેના પ્રબંધન અંગે વિચારી રહી છે. તેમણે કહ્યુ છે કે જો અમે આનો નિકાલ કરવાની શરૂઆત કરીશુ નહીં તો અમારી પાસે ખુબ વધારે પ્રમાણમાં નોન બાયોજીગ્રેડેબલ કચરાનો જથ્થા થઇ જશે. જેને નષ્ટ કરી શકાશે નહીં. આને નષ્ટ કરવામાં સેંકડો વર્ષ લાગી શકે છે.
નિષ્ણાંતો કહે છે કે મોટા શહેરોમાં મોટા ભાગની મહિલાઓ કોમર્શિયલ ડિસ્પોજેબલ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે. તેમને આ અંગેની માહિતી હોતી નથી કે આ પેદાશ કેટલાક રસાયણિક ચીજો જેમ કે ડાયોકિસન, ફ્યુરન, પેસ્ટિસાઇડ તેમજ અન્ય વિઘટનકારી ચીજો સાથે બને છે. જેના કારણે તે આરોગ્ય માટે ખુબ ઘાતક હોય છે. તેના નિકાલની માહિતી ન હોવાની સ્થિતીમાં મોટા ભાગની મહિલાઓ તેને કચરાના ડબ્બામાં ફેંકી દે છે. જે અન્ય પ્રકારના ભીના અને સુખા કચરાની સાથે મિક્સ થાય છે.
પર્યાવરણના સમર્થકો બીજી વખત ઉપયોગમાં આવી શકે તેવા કપડાના પેડ, બાયોડિગ્રેડેબલ પેડ તેમજ કપ સહિત પર્યાવરણને અનુકુળ હોય તેવા સેનિટરી પેડનો ઉપયોગ કરવા માટે તમામ જરૂરી બાબતો પર ધ્યાન આપી રહ્યા છે. શીપ કપ કંપનીના સહ સ્થાપક મનીષ મલાનીએ કહ્યુ છે કે તેમને ગરદનના કેન્સરથી ગ્રસ્ત દર્દીઓ માટે નેદાનિક કિટની શોધ દરમિયાન માસિક ધર્મ સાથે સંબંધિત કપના મામલે માહિતી હાથ લાગી હતી. તેમણે કહ્યુ છે કે માસિક ધર્મ સ્વચ્છતા પદ્ધિતી શરીરને સ્વસ્થ રાખે છે. જેનાથી ઇન્ફેક્શન અને અન્ય પ્રકારની બિમારી થવાની શક્યતા નહીંવત રહે છે. એલેજે કહ્યુ છે કે તેઓ આ પ્રકારના કચરાના નિકાલ માટેના પાસા પર હાલમાં કામ કરી રહ્યા છે.