દેશમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્યસરકાર સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારના કારણે અનેક કડક કાયદાઓ અમલમાં મૂક્યા છે, ત્યારે 498 થી લઈને અનેક કાયદાઓમાં મોટાભાગના કેસોમાં આ કાયદાનો દૂર ઉપયોગ પણ થતો જાય છે. તેવું લોકો પાસેથી સાંભળવા મળે છે. ત્યારે હમણાં ઘણાજ કેસમાં મહિલા પોતાના સાસરીયા થી લઈને અનેક લોકોથી છૂટવા અનેક પ્રકારના પેતરા ધ્વારા કાયદાના દાયરામાં દાવપેચ ખેલીને પોતાનું ધાર્યું કરવા પ્રયત્ન થતા હોય છે, તેવા પણ કિસ્સાઑ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક રીતે અત્યાચારોના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મહિલાઓને લઈને ઘરેલુ હિંસાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક નોંધપાત્ર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજકાલ આપણા સમાજમાં ઘરેલુ હિંસાના અનેક કેસો બનતા હોય છે, ત્યારે ઘરેલુ હિંસાને લઈ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે એક ઘરેલુ હિંસાને લઈને એક કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે કેસમાં તમામ બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કોઈ પણ પતિ-પત્નીના છુટાછેડા થઈ ગયા બાદ એકબીજા પર કોઈનો હક્ક કે અધિકાર રહેતો નથી, એટલે કે ‘છુટાછેડા બાદ પત્ની પતિ પર ઘરેલુ હિંસાનો કેસ ન કરી શકે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, છુટાછેડા લીધા બાદ પતિ-પત્ની વચ્ચે ઘરેલુ સંબંધ પણ રહેતા નથી. એક પત્ની ઘરેલુ હિંસાના કાયદા હેઠળ પતિ સામે કાર્યવાહી ન કરી શકે, એટલું જ નહીં, પત્ની ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ પણ માંગી શકે નહીં.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે ગુજરાત હાઈકોર્ટમાં ઘરેલુ હિંસાના કાયદાને લગતો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે, છુટાછેડા લીધા પછી પત્ની પતિ પર ઘરેલુ હિંસાનો કોઈ જ પ્રકારનો કેસ કરી શકે નહીં. છુટાછેડા લીધા બાદ ઘરેલુ સંબંધ પણ રહેતા નથી. ઘરેલુ હિંસાના કાયદા હેઠળ પતિ સામે કાર્યવાહી કરી શકાય નહીં.
એટલું જ નહીં અમુક કિસ્સામાં પત્નીઓ કાયદાનો ખોટો ઉપયોગ કરીને પતિ પાસેથી ભરણપોષણ માંગતી હોય છે, ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે, છુટાછેડા લીધા પછી પત્ની ઘરેલુ હિંસાના કાયદાનો આશરો લઇ તે કાયદા હેઠળ ભરણપોષણ કે ઘરમાં હિસ્સો કે અન્ય લાભો માંગી શકે નહીં.