રોડ, રસ્તા પર ચાલતા યાત્રિકોને એકસીડન્ટ થાય, વાહન ચાલકોને અડચણ ન પડે તે માટે પોલીસ મેદાને ઉતરી
અંબાજી ચાલતા પદયાત્રીકોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો, ત્યારે કોરોનાની મહામારીમાં બે વર્ષથી તહેવારો લુપ્ત થઈ ગયા હતા, ત્યારે અનેક લોકોએ માળીની શ્રદ્ધા રાખેલી હોય અને બાધા રાખી હોય તે પૂર્ણ કરવા મોટી સંખ્યામાં જય જય અંબે કરતા ભક્તો પદયાત્રા કરી રહ્યા છે ત્યારે ગઈકાલે અંબાજી પાસે એકસીડન્ટમાં સાત જેટલી વ્યક્તિ મૃત્યુ પામી હતી અને ઘાયલ પણ થયા હતા, ત્યારે GJ-18 ની પોલીસ દ્વારા યાત્રિકોની સેફટી માટે દરેક જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે GJ-18 ની ટ્રાફિક પોલીસ દ્વારા માઇક લઈને અવર-જવર કરતા વાહનોથી પદયાત્રી કો પળ ફેટે ન ચડે તે માટે ટ્રાફિક શાખા પણ મેદાને ઉતરી છે,
GJ-18 ની પોલીસ દ્વારા સ્વખર્ચે બેનરો બનાવીને GJ-18 ખાતે જેવો પ્રવેશ કરો ત્યાં ઠેર ઠેર કેન્દ્ર ઉપર ટ્રાફિકનું ધ્યાન રાખવું થી લઈને પ્રજાની સેફટી માટે અને સલામતી માટે બેનરો લગાવવામાં આવ્યા છે.
GJ-18ની પોલીસની સહાનીય કામગીરી રહી છે, ત્યારે ટ્રાફિક શાખા દ્વારા સ્વખર્ચે યાત્રિકોને તકલીફ ન પડે, વાહન-ચાલકોને તકલીફ ન પડે તે માટે પોલીસ દ્વારા ઠેર -ઠેર બેનરો લગાવીને યાત્રિકોની સેફટી જાળવી રહ્યા છે.