ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ (જુના સચિવાલય) દ્વારા લેખિતમાં પત્ર પાઠવીને નાણામંત્રી કોનું દેસાઈને ઉદ્દેશીને પત્ર જે પાઠવ્યો હતો. તેમાં સાતમો પગાર પંચા જૂની પેન્શન યોજના સહિત ૧૪ પડતર પ્રશ્નો સંદર્ભે નિરાકરણ લાવવા તા.૦૨/૦૯/૨૦૨૨( શુક્રવાર ) સુધી અલ્ટીમેટમ આપ્યું હતું, ત્યારબાદ જાે આ પ્રશ્નો નીવેડો નહીં આવે તો તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ અન્ય જલદ કાર્યક્રમનું યોજવાની પણ તૈયારીઓ આરંભી હોવાનું અલ્ટીમેટમ પાઠવ્યું હતું.
રાજ્ય સરકારના કાર્યક્રમને સાતમા પગાર પંચ સહિતના બાકી ૧૪ પડતર પ્રશ્નો બાબતે નિરાકરણ લાવવા અગાઉ મુખ્યમંત્રીને પણ અનેકવાર મંડળ રજૂઆત કરી ચૂક્યું છે તેમ છતાં સરકાર દ્વારા ઉદાસીન વલણ અપનાવતા કર્મચારી મંડળ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ.ત્યારે મંડળ દ્વારા સાતમો પગાર પંચના બાકી લાભો જે HRA, શિક્ષણ ભથ્થુ, વાહન ભથ્થુ વગેરે અન્ય ભથ્થાઓ સાતમા પગાર પંચ મુજબ આપવા રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેમ યોજના, ગ્રેજ્યુઇટી વધારવી, વય નિવૃત્ત ૫૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓની જેમ ૬૦ વર્ષ કરવી, જૂની પેન્શન યોજના ચાલુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણનું લાભ આપવો, રહેમરાહે નોકરી, કર્મચારીઓને પ્લોટ રહેઠાણકના ફાળવવા, નવીન ભરતી, ગ્રેડ પીએની વિસંગતા દુર કરવી થી લઈને ૧૪ મુદ્દાઓ સાથે સંકલન સમિતિ દ્વારા પ્રમુખ આર.એચ.પટેલ, અધિક મહામંત્રી દીપેશ સોલંકી અધ્યક્ષ વિષ્ણુ પટેલ, કન્વીનર પ્રદ્યુમનસિંહ વાઘેલા દ્વારા અનેક રજુઆત કરી હતી. અને કોઇ નિષ્કર્ષ ન આવતાં આજરોજ GJ-18 ખાતે સે-૬ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.