ગુજરાતનું કહેવાતું પાટનગર આજે ૨૨ વર્ષ પહેલાં કોઈ વિકાસ ન હતો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ GJ-18, GJ-1 ને પુર પરવેગે વિકાસ કરવા અનેકવિધ પગલાંઓ લીધા હતા, ત્યારે રીંગરોડ, સ્માર્ટ સિટી, કાકરીયા, રીવર ફ્રન્ટ,GJ-18 ના સર્કલો, આ બધું તેઓ હતા ત્યારે વિકાસના પાયા નખાયા હતા, આજે આપણા ભારતના વડાપ્રધાન છે, ત્યારે પણ ગુજરાત માટે બે હાથે નહીં પણ ચાર હાથે કેન્દ્રની ગ્રાન્ટો ગુજરાતના વિકાસ માટે મોકલાવી રહ્યા છે, ત્યારે દિલ્હી થી સો રૂપિયા મોકલેલા પૂરેપૂરા નાણા ગુજરાત સરકારને મળે છે, અને ગુજરાત સરકાર દ્વારા પુરા નાણા મનપાની આપવામાં આવે છે ત્યારે વચેટીયાનું રાજ બંધ કરી દીધું છે, ત્યારે પી.એમ. દ્વારા અબજાે રૂપિયાની ગ્રાન્ટો ના લાખના ૧૨ હજાર થઈ રહ્યા છે, ત્યારે એક રસપ્રદ કિસ્સો જે GJ-18 ખાતેના ઘ-૪ પાસે બનાવેલ અંડરબ્રિજનો છે, આ અંડર બ્રિજમાં તગડા નાણાં કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવ્યા છે અને કામ બાગડા જેવું કર્યું છે, કામ તગડું કર્યું નથી, ત્યારે આગ્રાનો તાજમહેલ બાદશાહે તેમની પત્નીની યાદમાં બનાવ્યો હતો, કેમ તાજમહેલ એક દુનિયાની અજાયબી છે, ત્યારે GJ-18 નો ખટાક-ખટાક બ્રિજ પણ GJ-18 એવા ગુજરાતની અજાયબી છે.
ઘ-૪ પાસે બનેલા આ અંડર બ્રિજમાં મોટા મોટા ઇજનેર આવી ગયા, પણ ખટાક-ખટાક અવાજ કોઈ બંધ કરી શક્યું નથી, ત્યારે અહીંયા ગમે તેવા ડિગ્રી ધારકો, નામાંકિંત ઇજનેરો અહીંયા પાણી ભરે, પાંચીયુ ના ચાલે, ત્યારે આ માલગાડી જતી હોય અને જે અવાજ ખટાક-ખટાક આવે તે અંડરબ્રીજ પાર કરતાં મગજના ખુટા હલાવી દે, ત્યારે આ અંડરલ બ્રિજમાં રીસરફેસીંગ પણ કામમાં લોચા- લાપસી કરેલી છે, અને બિલકુલ વેટ ઉતારીને કરોડોનો ચૂનો ચોપડ્યો હોય તેમ વેટ ઉતારેલ કામ કરેલ છે ત્યારે ખટાક-ખટાક અવાજનું સોલ્યુશન ક્યારે ? બાકી અવાજનું સોલ્યુશન ખટાક-ખટાક ચાલુ જ છે, ત્યારે હાલ સળિયા નીકળી ગયા હોય અને પટ્ટીઓ વેલ્ડીંગ થી મારેલી પણ બહાર આવી ગઈ છે, ત્યારે વાહન ચાલકોના ટાયર ફસાઈ જવાની અને એક્સિડન્ટ થવાની ભીતી રહેલી છે. ત્યારે આ ખટાક-ખટાક એ ધોની પ્રદૂષણ જ છે, ત્યારે આ પ્રશ્નને અનેક રજૂઆતો છતાં રિઝલ્ટ ૦ છે.
કરોડો રૂપિયા ખટાક-ખટાક અંડર બ્રિજમાં ખર્ચ કર્યા પછી પણ કોઈ માઈકલાલ ઇજનેર આ ધ્વનિ પ્રદૂષણ ખટાક-ખટાક બંધ કરાવી શક્યો નથી, ત્યારે GJ-18 નું અને ગુજરાતનું નામ રોશન કરનાર
ખટાક-ખટાક બ્રિઝ પાટનગરનું નામાંકિત અંડરબ્રિઝ બન્યો છે.
મેયર, ડે.મેયર, ચેરમેન શ્રી આ મુદ્દે કાંઈક કરો, કરોડો રૂપિયા ગ્રાન્ટો સરકાર દ્વારા આવી છે, તો આ ધ્વનિ પ્રદૂષણ ખટાક-ખટાક થી મુક્તિ અપાવો, મગજના ખુટા હલી જાય છે.